By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સરકારી શાળાઓની ખરાબ સ્થિતિના ફોટા-વીડિયો PMને મોકલાશે : આપ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > સરકારી શાળાઓની ખરાબ સ્થિતિના ફોટા-વીડિયો PMને મોકલાશે : આપ
AhmedabadGeneral

સરકારી શાળાઓની ખરાબ સ્થિતિના ફોટા-વીડિયો PMને મોકલાશે : આપ

HM News
Last updated: 18/04/2022 6:22 AM
HM News
3 years ago
Share
SHARE

આમ આદમી પાર્ટી ગુજરાતમાં સરકારી શાળાઓની હાલતને ચૂંટણીમાં મહત્વનો મુદ્દો બનાવવા માગતી હોય તેમ નાગરિકોને પોતાના વિસ્તારની ખરાબ સરકારી શાળાઓનો વીડિયો ઉતારીને તેમજ ફોટો પાડીને આપ દ્વારા જાહેર કરાયેલા વોટ્સ એપ નંબર પર મોકલવા જણાવ્યું છે.આપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સપ્તાહે ગુજરાતની મુલાકાત લેવાના છે ત્યારે નાગરિકોએ મોકલેલી માહિતી મીડિયા અને સોશિયલ મીડિયા થકી સરકારી શાળાઓની વાસ્તવિક સ્થિતિ મોદી સુધી પહોંચાડવામાં આવશે તેવો દાવો કરાયો છે.શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પીએમને ખરેખર સ્થિતિ નહીં દર્શાવે અને બે-પાંચ સારી સરકારી શાળાઓ બતાવી દેશે તેવો આક્ષેપ આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ કર્યો છે.ગોપાલ ઇટાલિયાએ મીડિયાને જણાવ્યું હતું કે સમાજ અને ધર્મના નાને રાજનીતિ બહુ ચાલી છે અને હવે લોકોને સ્પર્શતા શિક્ષણ સહિતના મુદ્દાઓ રાજનીતિમાં ઉમેરાયા છે.પીએમ મોદી સરકારી શાળાઓનું લાઇવ વીડિયો પ્રસારણ જોવાના છે ત્યારે અમને ભય છે કે તેમને બે-પાંચ સારી સરકારી શાળા બતાવીને વડાપ્રધાનને સરકારમાં જવાબદાર લોકો વાસ્તવિક સ્થિતિ દર્શાવશે નહીં.આપ દ્વારા આ માટે ૯૫૧૨૦૪૦૪૦૪ વોટ્સ એપ નંબર જારી કરાયો છે.જેની ઉપર ગુજરાતના નાગરિકો પોતાના ગામ-શહેરની કે વિસ્તારની ખરાબ અને ખંડેર જેવી સરકારી સ્કૂલો હોય તેના ફોટો અને વીડીયો મોકલવા અપીલ કરવામાં આવી છે.લોકો જે ફોટા કે વીડિયો મોકલશે તે પીએમ મોદી સુધી પહોંચાડવામાં આવશે તેવો દાવો પણ ઇટાલિયાએ કર્યો છે.રાજ્યમાં સરકારી શાળાઓની હાલત કેવી છે અને તે માટે સરકારમાં જેમની જવાબદારી છે તેઓ કેટલા સફળ છે તે બાબત પણ રજૂ કરવામાં આવશે.

હાર્દિક પટેલને આપમાં જોડાવવા ઇટાલિયાનું આમંત્રણ

આપના ગોપાલ ઇટાલિયાએ કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને લઇ ચાલતા વિવાદ અંગે આપમાં જોડાવવા આમંત્રણ આપ્યું છે.તે સાથે નરેશ પટેલ સહિતના જે અગ્રણી આપની લડાઇમાં જોડાવવા તૈયાર હોય તેમનું સ્વાગત હોવાનું કહ્યું છે આગામી વિધાનસભાની ચૂંટણી ગુજરાતની જનતા અને ભાજપના અહંકાર વચ્ચેની રહેશે તેમ પણ કહ્યું હતું.રાજકોટ જીલ્લા કોંગ્રેસનાં મહામંત્રી અને કોળી સમાજના અગ્રણી મુકેશ રાજપરા આપમાં જોડાયા હતા.

મણિપુર હિંસા કેસોમાં CBI પર સુપ્રીમની સીધી નજર
ગુજરાતમાં રાત્રી કર્ફ્યૂ અંગેના સૌથી મોટા સમાચાર, ઘટતા કેસ વચ્ચે સરકારનો સૌથી મોટો નિર્ણય
ઈઝરાયલે હેઝબોલ્હાના વધુ એક કમાન્ડરને ઠાર કર્યો : બૈરૂત બન્યું કબ્રસ્તાન !
કડોદરા પાટીદાર ભવન ખાતે 6 એપ્રિલના રોજ કોરોના વેક્સિન અભિયાન કેમ્પ યોજાશે
કોરોના વાયરસના ખતરાને કારણે ગુજરાતમાં આ ચૂંટણી થઈ રદ્દ
Share This Article
Facebook Email Print
Previous Article આસામ કોંગ્રેસના રિપુન બોરા તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા
Next Article અમેરિકા : પિટ્સબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, બેના મોત અને 11 ઘાયલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up