By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સરકારે આખરે સ્વીકાર્યું ! રાજ્યના બે જિલ્લાની 54 સ્કૂલોમાં એક શિક્ષકથી શૈક્ષણિક કાર્ય ચાલે છે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > સરકારે આખરે સ્વીકાર્યું ! રાજ્યના બે જિલ્લાની 54 સ્કૂલોમાં એક શિક્ષકથી શૈક્ષણિક કાર્ય ચાલે છે
GandhinagarGeneral

સરકારે આખરે સ્વીકાર્યું ! રાજ્યના બે જિલ્લાની 54 સ્કૂલોમાં એક શિક્ષકથી શૈક્ષણિક કાર્ય ચાલે છે

HM News
Last updated: 15/03/2023 10:24 AM
HM News
2 years ago
Share
SHARE

એક તરફ રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળામાં ઉત્તમ એજ્યુકેશન મળી રહે તે માટે નવા નવા પ્રોત્સાહન માટેની વાતો કરવામાં આવી રહી છે,ત્યારે બીજી તરફ શિક્ષકોની સંખ્યામાં મોટી ઘટ જોવા મળી રહ્યો છે.જેમાં સરકારી શાળાઓમાં અંગ્રેજી અને હિન્દી મીડિયમની સરકારી શાળાઓમાં કાયમી શિક્ષકોની મોટી ઘટ રહેલી હોવાનું સામે આવ્યું છે.ગુજરાતમાં ફરી એકવાર શિક્ષણનો મુદ્દો વિધાનસભામાં ગાજ્યો છે.આમ આદમી પાર્ટીએ ચૂંટણી પહેલાં રાજ્યમાં શિક્ષણ અને સ્કૂલોનો મુદ્દો ઉઠાવ્યો હતો.હવે આ મુદ્દે વિધાનસભા ગૃહમાં પણ ચર્ચાઓ છે.આજે સત્રમાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન ધારાસભ્યના સવાલનો જવાબ આપતાં સરકારે સ્વીકાર્યું હતું કે, રાજ્યના બે જિલ્લાની 54 શાળામાં માત્ર એક જ શિક્ષકથી શૈક્ષણિક કાર્ય ચાલી રહ્યું છે.

શિક્ષણમંત્રીએ લેખિતમાં જવાબ આપ્યો

સરકારે વિધાનસભામાં કબૂલ્યું હતું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાની 46 શાળાઓ,જામનગર જિલ્લાની 8 શાળાઓ,કલ્યાણપુર તાલુકાની 16 શાળાઓ,ખંભાળિયા અને ભાણવડ તાલુકાની 12 -12 શાળાઓમાં હાલ માત્ર એક જ શિક્ષકના આધારે વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યાં છે.ગુજરાત વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત આહિરના સવાલના જવાબમાં શિક્ષણમંત્રીએ લેખિતમાં જવાબ આપ્યો હતો.

પોરબંદર જિલ્લાની 7 શાળામાં કમ્પાઉન્ડ વોલ નથી

બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના સવાલના જવાબમાં શિક્ષણ વિભાગે પોરબંદર અને જૂનાગઢ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં સુવિધાઓનો અભાવ હોવાનું સ્વીકાર્યું હતું.જૂનાગઢ જિલ્લાની 127 શાળાઓ,પોરબંદર જિલ્લાની 9 શાળાઓમાં ઓરડાની ઘટ હોવાનું શિક્ષણ વિભાગે સ્વીકાર્યું છે.જ્યારે પોરબંદર જિલ્લાની 7 શાળાઓમા વીજળીનું કનેક્શન પણ નથી તેમજ જૂનાગઢ જિલ્લાની 54 અને પોરબંદર જિલ્લાની 7 શાળામાં કમ્પાઉન્ડ વોલ નથી.

આ મુદ્દો ત્યારે સામે આવ્યો જ્યારે વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન અમદાવાદ દાણીલીમડા ધારાસભ્ય શૈલેષ પરમારે શિક્ષણ મંત્રીને પ્રશ્ન પુછ્યો હતો.ત્યારે અમદાવાદ અને ગાંધીનગર સરકારી પ્રાથમિક શિક્ષકોની ઘટ મામલે શિક્ષણ મંત્રીએ જવાબ રજૂ કર્યો છે.અમદાવાદ શહેરમાં ધોરણ 1 થી 5 શિક્ષકોની 965 ઘટ સામે આવી છે.

અમદાવાદ અને ગાંધીનગર સરકારી પ્રાથમિક શિક્ષકોની ઘટનો આંકડો સામે આવ્યો છે.અમદાવાદમાં ધોરણ 1 થી 5 શિક્ષકોની 388 ઘટ છે.અમદાવાદ શહેરમાં ધોરણ 1 થી 5 શિક્ષકોની 965 ઘટ છે.ગાંધીનગરમાં ધોરણ 1 થી 5 શિક્ષકોની 133 ઘટ સામે આવી છે.ત્યારે ગાંધીનગર શહેરમાં માં ધોરણ 1 થી 5 શિક્ષકોની 34 ઘટ સામે આવી છે.સરકારે ખુદ સ્વીકાર્યું છે કે, શિક્ષકોની ઘટ છે.

ધોરણ 6 થી 8 વિષયવાર શિક્ષકોની ઘટ

ભાષાના શિક્ષકોનીઘટ
અમદાવાદમાં :-59
અમદાવાદ શહેરમાં:-43
ગાંધીનગરમાં :-59
ગાંધીનગર શહેરમાં:-07

ગણિત -વિજ્ઞાન શિક્ષકોની ઘટ

અમદાવાદમાં :-105
અમદાવાદ શહેરમાં:-62
ગાંધીનગર:-49
ગાંધીનગર શહેરમાં :-06

સામાન્ય વિજ્ઞાન શિક્ષકોની ઘટ

અમદાવાદમાં :-71
અમદાવાદ શહેરમાં:-15
ગાંધીનગર:-66
ગાંધીનગર શહેરમાં :-20

બાળકોના યોન શોષણનું કેન્દ્ર બની ગયા છે પાકિસ્તાની મદરેસાઓ: પાકિસ્તાની મીડિયા રિપોર્ટ
ખેડૂત આંદોલન : ભારત બંધને કોંગ્રેસ, તૃણમૂલ અને TRSનું સમર્થન
ગજેન્દ્રસિંહ શેખાવત સામે રૂ. 900 કરોડના કૌભાંડમાં તપાસનો કોર્ટનો નિર્દેશ
જો પોલીસે ભડકાઉ નિવેદન કરનારાઓને પકડયા હોત તો તોફાનો વકર્યા નહોત : સુપ્રિમ
બારડોલીમાં ત્રણ ઇસમો રસ્તા વચ્ચે એક યુવકને છાતીમાં ગોળી મારી થયા ફરાર
Share This Article
Facebook Email Print
Previous Article ગરીબ અને મધ્યમ વર્ગીય પશુપાલકો માટે સરકારે આપી આટલી સહાય
Next Article અમદાવાદ સહિત ગુજરાતના આ વિસ્તારોમાં પવન સાથે કમોસમી વરસાદની આગાહી !
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up