અમદાવાદ : સડક પરિવહન મંત્રાલયે નેશનલ હાઇવે પર ટોલ ટેક્સ ભરવા માટે ફાસ્ટટેગને ફરજીયાત કરવાની ડેડલાઈન લંબાવીને 15 ફેબ્રુઆરી સુધી વધારી દીધી છે.કેન્દ્ર સરકારે ટોલ પ્લાઝા પર ટોલ કલેક્શનને સરળ અને સુરક્ષિત બનાવવાની સાથે સાથે લાંબી લાઈનોમાંથી રાહત આપવા માટે તમામ ફોર વેહીલર વાહનો માટે 1 જાન્યુઆરીથી ફાસ્ટેગ ફરજીયાત કરવાનો નિર્ણય લીધો હતો.
ફાસ્ટેગ એ ઇલેક્ટ્રોનિક ટોલ સંગ્રહ ટેકનીક છે જે નેશનલ હાઇવે પરના ટોલ પ્લાઝા પર ઉપલબ્ધ છે.આ ટેકનીક રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન (RFID)ના આચાર્ય પર કામ કરે છે.આ ટેગને વાહનની વિન્ડસ્ક્રીન પર મૂકવામાં આવે છે જેથી ટોલ પ્લાઝા પરના સેન્સર તેને વાંચી શકે.જ્યારે કોઈ વાહન ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ લેનમાંથી પસાર થાય છે ત્યારે ટોલ ચાર્જ ઓટોમેટિક કપાઇ જાય છે.આ માટે વાહનો અટકાવવાની જરૂર નથી.એક વખતના રજીસ્ટ્રેશન બાદ ફાસ્ટેગ 5 વર્ષ માટે સક્રિય રહે છે. તેને ફક્ત સમયસર રિચાર્જ કરવાનું હોય છે.
તમારા વાહન માટે ફાસ્ટેગ ખરીદવું ખૂબ જ સરળ છે.નવી કાર ખરીદતી વખતે જ તમે વેપારી પાસેથી ફાસ્ટેગ મેળવી શકો છો.જૂના વાહનો માટે નેશનલ હાઇવેના પોઇન્ટ ઑફ સેલથી ખરીદી શકાય છે.આ ઉપરાંત તમે ખાનગી ક્ષેત્રની બૅન્કો પાસેથી ફાસ્ટેગ પણ ખરીદી શકો છો.ફાસ્ટેગનો ઉપયોગ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમારે ટોલ પ્લાઝા પર લાંબી લાઇનોમાં ઉભા રહેવાની જરૂર નહિં રહે. ઉપરાંત ચુકવણીની સુવિધાને લીધે કોઈએ તેમની પાસે રોકડ રાખવાની જરૂર નથી.
નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ હાઇવે પરથી પસાર થનારા તમામ વાહનો માટે 1 જાન્યુઆરીથી ફાસ્ટેગ ફરજિયાત કરવા જઈ રહી હતી પરંતુ હવે તેની મુદત વધારવામાં આવી છે. TOIના અહેવાલ મુજબ ફાસ્ટેગની મુદત વધારીને 15 ફેબ્રુઆરી કરવામાં આવી છે.જો તમારી ગાડીમાં ફાસ્ટેગ નથી તો તેને લગાવવા માટે દોઢ મહિનાનો સમય આપવામાં આવ્યો છે.
આ પહેલા નેશનલ હાઇવે ઓથોરિટીએ કહ્યું હતું કે, 1 જાન્યુઆરીથી ટોલ પ્લાઝા પર કેશ કલેકશન બંધ થઈ જશે.પરંતુ હવે તેની સમયમર્યાદા વધારવામાં આવી હોવાથી જે લોકોની ફોર વ્હીલમાં ફાસ્ટેગ નથી તેમને રાહત થશે.
NHAI મુજબ,ફાસ્ટેગ ઇ-કોમર્સ વેબસાઇટ અમેઝોન,ફ્લિપકાર્ટ,સ્નેપડીલ અને પેટીએમથી ખરીદી શકાય છે.આ ઉપરાંત કઇપણ બેંક,પેટ્રોલ પંપ કે ટોલ પ્લાઝા પરથી ખરીદી શકાયછે.બેંકમાંથી ફાસ્ટેગ ખરીદતી વખતે તમારું જે બેંકમાં ખાતું હોય તેમાંથી જ ફાસ્ટેગ ખરીદો તે ધ્યાનમાં રાખવું જરૂરી છે. NHAIના કહેવા મુજબ FASTagને મોબાઈલ નંબરની જેમ પોર્ટ પણ કરાવી શકાશે.