કોરોના રોગચાળાની કટોકટીની વચ્ચે, કેન્દ્ર સરકારે તકવાદી અધિગ્રહણને રોકવા માટે વર્તમાન એફડીઆઈના નિયમમાં ફેરફાર કર્યો છે.આ અંતર્ગત, જે દેશોની સરહદ ભારતની સીમાને સ્પર્શે છે તેવા દેશોના રોકાણકારો સરકારની પરવાનગી વિના અહીં રોકાણ કરી શકશે નહીં.અર્થાત,ચીન,બાંગ્લાદેશ, પાકિસ્તાનના રોકાણકારો અથવા કંપનીઓને ભારતમાં રોકાણની મંજૂરી લેવા માટે સરકારની પરવાનગીની જરૂર રહેશે.
ચીન આખા વિશ્વમાં પોતાનું રોકાણ વધારી રહ્યું છે
ડીપીઆઇઆઇટી દ્વારા આ માહિતી આપવામાં આવી છે.સરકારના નિર્ણયની અસર હમણાં ચીની રોકાણકારો પર પડશે.હાલમાં,બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી જ આવતા એફડીઆઇને સરકારની પરવાનગીની જરૂર રહેતી હતી.હકીકતમાં,ચાઈનીઝ સેન્ટ્રલ બેંકે ભૂતકાળમાં એચડીએફસીના કરોડો શેર ખરીદ્યા હતા,જેના કારણે કંપનીમાં તેનો હિસ્સો 1 ટકાને વટાવી ગયો હતો.તે સમયે એવા સમાચાર આવ્યા હતા કે ચીન આખા વિશ્વમાં પોતાનું રોકાણ વધારી રહ્યું છે.વિશ્વના શેરબજારમાં કોરોનાને કારણે ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.ચીન આને પોતાના માટે એક તક તરીકે જોઈને ઝડપથી રોકાણ વધારી રહ્યું છે.
ભારત રોકાણ કરી શકે છે
ડી.પી.આઇ.આઇ.ટી. ની પ્રેસ નોટ મુજબ,જો કોઈ દેશની સરહદ ભારતની સરહદ સાથે જોડાયેલી છે.તો ત્યાંની કોઈપણ સંસ્થા,પછી ભલે તે કોઈ કંપની હોય કે વ્યક્તિગત, સરકારી નિયમો મુજબ ભારત રોકાણ કરી શકે છે.પ્રેસ નોટમાં એમ પણ જણાવાયું છે કે બાંગ્લાદેશી અને પાકિસ્તાની નાગરિકો અને કંપનીઓને સરકારી માર્ગ દ્વારા ભારતમાં જ રોકાણ કરી શકે છે.તેમને સંરક્ષણ,અવકાશ,અણુ ઊર્જા જેવા ક્ષેત્રોમાં રોકાણ કરવાની મંજૂરી નથી.
ભારતીય ટેક ઇકોસિસ્ટમને સુરક્ષિત રાખવાનો સરકારનો નિર્ણય
નાંજીયા એન્ડરસન એલએલપીના ડિરેક્ટર સંદીપ ઝુનઝુનવાલાએ જણાવ્યું હતું કે ચીનના ટેકનો ઇન્વેસ્ટરોએ ભારતીય સ્ટાર્ટઅપ્સમાં આશરે $ 4અરબ ડોલરનું રોકાણ કર્યું છે.ભારતમાં 30 માંથી 18 સ્ટાર્ટઅપ્સને ચીન તરફથી ભંડોળ મળે છે. તેઓ જે ગતિથી રોકાણમાં વધારો કરી રહ્યા છે એવામાં ભારતીય ટેક ઇકોસિસ્ટમને સુરક્ષિત રાખવાનો સરકારનો નિર્ણય યોગ્ય છે.