By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સરકારો દ્વારા જજોની બદનામી દુર્ભાગ્યપૂર્ણ પ્રવૃત્તિ : CJI
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > સરકારો દ્વારા જજોની બદનામી દુર્ભાગ્યપૂર્ણ પ્રવૃત્તિ : CJI
GeneralNational

સરકારો દ્વારા જજોની બદનામી દુર્ભાગ્યપૂર્ણ પ્રવૃત્તિ : CJI

HM News
Last updated: 10/04/2022 6:40 AM
HM News
3 years ago
Share
SHARE

– સરકારોના વલણથી મુખ્ય ન્યાયાધીશ હતાશ
– છત્તિસગઢમાં પૂર્વ આઈએએસ અધિકારીના કેસની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટની આકરી ટકોર

નવી દિલ્હી, તા. ૮ : દેશના મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમણે શુક્રવારે સરકારો દ્વારા ન્યાયતંત્રને બદનામ કરવાની પ્રવૃત્તિની ટીકા કરી.તેમણે કહ્યું કે જજો પર આરોપ લગાવવાનો પ્રયાસ અગાઉ માત્ર ખાનગી પાર્ટીઓ દ્વારા કરાતો હતો,પરંતુ હવે સરકારો પણ તેમાં જોડાઈ ગઈ છે.આ બાબત દુર્ભાગ્યપૂર્ણ છે.

મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, આ એક નવું ચલણ શરૂ થયું છે,જ્યાં સરકાર જજોને બદનામ કરી રહી છે.અમે અદાલતોમાં પણ આ જોઈ રહ્યા છીએ.પહેલા માત્ર ખાનગી પક્ષો જ આમ કરતા હતા, પરંતુ અમે હવે રોજ આ સ્થિતિ જોઈ રહ્યા છીએ.મુખ્ય ન્યાયાધીશના અધ્યક્ષતાપદની બેન્ચ છત્તીસગઢ સરકાર અને એક વ્યક્તિ દ્વારા દાખલ બે અલગ અરજીઓની સુનાવણી કરતી વખતે આ આકરી ટીપ્પણી કરી હતી.ભૂતપૂર્વ આઈએએસ અધિકારીની આવકના સ્રોત કરતાં વધુ આવક અંગેના કેસમાં તેમના વિરુદ્ધ દાખલ એફઆઈઆર રદ કરવાના છત્તિસગઢ હાઈકોર્ટના ચૂકાદાને પડકારતા આ અરજીઓ દાખલ કરાઈ હતી.

બેન્ચમાં સામેલ ન્યાયમૂર્તિ કૃષ્ણ મુરારી અને ન્યાયમૂર્તિ હિમા કોહલીએ આ કેસમાં ન્યાયતંત્ર વિરુદ્ધ કેટલાક આક્ષેપ કરાતા નારાજગી વ્યક્ત કરી હતી.મુખ્ય ન્યાયાધીશ રમણે કહ્યું કે, તમે ગમે તે લડાઈ લડો, તે યોગ્ય છે.પરંતુ કોર્ટની છબી ખરાબ ના કરો.ભ્રષ્ટાચાર વિરોધી સક્રિયતાવાદી ઉચિત શર્મા તરફથી એક અન્ય વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ દેવે હાઈકોર્ટ દ્વારા એક ચુકાદામાં ‘સંભાવનાઓના’ આધારે એફઆઈઆર રદ કરવાની આકરી ટીકા કરી હતી.

કોંગ્રેસમાં આજે’ય કડાકો : વધુ એક રાજીનામાં સાથે કોંગ્રેસ ક્લિન બોલ્ડ
રાહુલ ગાંધીએ 1450000000000 રૂપિયાનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, આ તો સૂટ બૂટની છે સરકાર
ના હોય !! છત્તીસગઢ યુથ કોંગ્રેસમાં 9 લાખ કૂતરાં-બિલાડીઓ સદસ્ય બન્યા : સૌથી વધુ સદસ્યતાનો તપાસમાં ભાંડો ફૂટ્યો
જ્યોતિરાદિત્ય સિંધિયાની ફોર્મ્યુલાથી શિંદે જૂથને સત્તા પર લાવવાનો ભાજપનો પ્લાન- બી
લખનૌની લેવાના હોટલ પર ચાલશે બુલડોઝર, હોટલના માલિક અગ્રવાલ બંધુઓ કસ્ટડીમાં
Share This Article
Facebook Email Print
Previous Article ટ્રાન્સપોર્ટરના લિગ્નાઇટ ભરેલા બે ટ્રકને હાઇવે પર સળગાવી દેવાયા
Next Article ઈન્કમ ટેક્સના છાપા દરમિયાન મળેલી શિવસેના નેતા યશવંત જાધવની ડાયરીમાં વધુ 2 નામના ઉલ્લેખથી ખળભળાટ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up