– ક્રુડના કડાકાનો લાભ લેશે સરકારઃ રૂ.૨ પ્રતિ લીટર એકસાઇઝ વધારશે
નવી દિલ્હી,તા.૨૨: ઇન્ટરનેશનલ માર્કેટમાં અમેરિકી બેસ્ટ ટેકસાસ ઇટરમીડીયેર (WTI) ક્રુડના ભાવમાં રેકોર્ડ ઘટાડા પછી હવે બ્રેન્ટ ક્રુડના ભાવમાં પણ ઘટાડો થવા લાગ્યો છે.મંગળવારના કારોબાર દરમ્યાન બ્રેન્ટ ક્રુડના ભાવ ૧૧.૬૧ ટકા ઘટીને ૨૨.૫૫ ડોલર પ્રતિ બેરલ સુધી નીચે આવી ગયા હતા.ક્રુડના ભાવમાં ભારે ઘટાડાને જોતા ભારત સરકારે ઓઇલ રણનીતિ પર આગળ વધવાનું શરૂ કર્યું છે.
સુત્રો અનુસાર,એક તરફ ભારત ક્રુડનું રિઝર્વ વધારશે તો બીજી ફરી એક વાર એકસાઇઝ ડયુટીમાં વધારો થઇ શકે છે.આ વધારો બે રૂપિયા પ્રતિ લીટર જેટલો હોઇ શકે છે.સરકારે ૧૪ માર્ચે પેટ્રોલ અને ડીઝલ પક એકસાઇઝ ડ્યુટીમાં ૩ રૂપિયાનો વધારો કર્યો હતો.તેનાથી સરકારી ખજાનામાં લગભગ ૩૯,૦૦૦ કરોડ રૂપિયાનો વધારો થયાનો અંદાજ છે.એક સરકારી અધિકારી અનુસાર,આ અંગે બેઠકોનો દોર શરૂ થઇ ગયો છે.અત્યારે સરકારને નાણાની જરૂર છે.એટલે જાહેરાત બહુ જલ્દી થઇ જશે.આ અધિકારી અનુસાર,ભારત બ્રેન્ટ ક્રુડની આયાત કરે છે તેનો ભાવો સતત ઘટી રહ્યા હોવા છતાં પણ ઓઇલ કંપનીઓએ છેલ્લા એક પખવાડીયામાં પેટ્રોલ અને ડીઝલના રીટેલ ભાવોમાં ક્રુડના ભાવની સરખામણીમાં ઘણો ઓછો હતો.આ ઓઇલ અંગેની સરકારની રણનીતિનો ભાગ છે.ઓઇલ કંપનીના એક સીનીયર અધિકારી અનુસાર,જે પ્રમાણે ક્રુડના ભાવો ઘટ્યા છે અને ઘટી રહ્યા છે.તે હિસાબે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ૪ થી ૫ રૂપિયાનો ઘટાડો થઇ શકે પણ સરકાર જો એકસાઇઝ ડ્યુટી વધારશે તો જનતાને કદાચ તેનો લાભ નહીં મળે.