By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હોવા છતાં અમદાવાદના તમામ મલ્ટિપ્લેક્સ બંધ રહ્યાં
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હોવા છતાં અમદાવાદના તમામ મલ્ટિપ્લેક્સ બંધ રહ્યાં
AhmedabadGeneral

સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હોવા છતાં અમદાવાદના તમામ મલ્ટિપ્લેક્સ બંધ રહ્યાં

HM News
Last updated: 28/06/2021 7:45 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ : કોરોનાના કેસમાં ઘટાડો થતાં ગુજરાત હવે ‘અનલોક’ થઇ ગયું છે અને જેના ભાગરૃપે ૨૭ જૂનથી સિનેમાગૃહો,મલ્ટિપ્લેક્સ,ઓડિટોરિયમને ૫૦ ટકાની ક્ષમતા સાથે ચાલુ કરવાની છૂટ આપવામાં આવી છે.જોકે, સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હોવા છતાં અમદાવાદના તમામ મલ્ટિપ્લેક્સ અને મોટાભાગના સિનેમાગૃહોના દ્વાર બંધ જ રહ્યા હતા.

અમદાવાદના મોટાભાગના મલ્ટિપ્લેક્સ હજુ આવતા શુક્રવારથી શરૃ કરવામાં આવે તેની સંભાવના છે.માત્ર અમદાવાદ શહેરમાં ૪૮ જ્યારે રાજ્યભરમાં ૧૫૦૦થી વધુ મલ્ટિપ્લેક્સ આવેલા છે.સરકાર દ્વારા મંજૂરી છતાં અમદાવાદના મોટાભાગના મલ્ટિપ્લેક્સ આજે બંધ રહ્યા હતા.આ અંગે એક મલ્ટિપ્લેક્સ સંચાલકે જણાવ્યું કે, ‘સિનેમાગૃહોને શરૃ કરવાનો સરકારનો નિર્ણય આવકારદાયક છે.પરંતુ હજુ મલ્ટિપ્લેક્સમાં સેનિટાઇઝેશનની કામગીરી બાકી છે.અનેક મલ્ટિપ્લેક્સ પાસે હાલમાં પૂરતો સ્ટાફ પણ નથી.આ ઉપરાંત હાલમાં થિયેટર માટે કોઇ નવી ફિલ્મ રીલિઝ થઇ પણ નથી.આ સ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદના મોટાભાગના મલ્ટિપ્લેક્સ હજુ આવતા શુક્રવાર બાદ જ શરૃ થઇ શકે છે.

આગામી શુક્રવારથી મલ્ટિપ્લેક્સ ખોલ્યા બાદ કઇ ફિલ્મો દર્શાવી શકાય તેના અંગે આવતીકાલે અમદાવાદના મલ્ટિપ્લેક્સના સંચાલકોની મીટિંગ છે.હાલના તબક્કે અમે તમામ સ્ક્રીનનો પ્રારંભ નહીં કરીએ. લોકોના પ્રતિસાદને આધારે તબક્કાવાર સ્ક્રીનની સંખ્યા વધારવામાં આવશે. ‘ અન્ય એક મલ્ટિપ્લેક્સ સંચાલકે જણાવ્યું કે, ‘સરકારનો વર્ષ ૨૦૨૧-૨૨ માટે પ્રોપર્ટી ટેક્સમાંથી રાહત આપવાનો નિર્ણય આવકારદાયક છે.પરંતુ હજુ ૨૦૨૦-૨૧ માટે લાખો રૃપિયાનો પ્રોપર્ટી ટેક્સ ચૂકવવાનો બાકી છે અને તેમાં પણ રાહત માટે સરકારને દરખાસ્ત કરીશું. ‘ જાણકારોના મતે કોરોનાના કેસ ઘટાવાની સ્થિતિ યથાવત્ રહી તો પણ મલ્ટિપ્લેક્સ સંપૂર્ણપણે શરૃ થવામાં હજુ વાર લાગી શકે છે.આ માટેનું કારણ એ છે કે, હાલમાં કોઇ ફિલ્મ રીલિઝ થવાની નથી. ગુજરાતીમાં ૩૦-૪૦ ફિલ્મો રીલિઝ માટે તૈયાર છે.પરંતુ વર્તમાન સ્થિતિમાં કોઇ પ્રોડયુસર ફિલ્મ રીલિઝ કરવાનું જોખમ

લેવા માગે નહીં તે સ્વાભાવિક છે. મલ્ટિપ્લેક્સ જેવી જ સ્થિતિ ઓડિટોરિયમની છે.જેમાં પણ હાલમાં કોઇ નાટક કે મ્યુઝિકલ શોનું આયોજન કરવા માટે આયોજકો અવઢવમાં છે.અન્ય એક જાણકારે જણાવ્યું કે, ‘ફ્લાઇટ-બસમાં ૧૦૦% ક્ષમતાને મંજૂરી આપવામાં આવે છે તો મલ્ટિપ્લેક્સમાં જ માત્ર ૫૦%ને મંજૂરી શા માટે? ૫૦% ક્ષમતા સાથે સિનેમાઘર કે ઓડિટોરિયમને મંજૂરી આપવામાં આવે તો તેનાથી સંચાલકો માટે ઘાટ કરતાં ઘડામણ મોંઘું થઇ જાય તેવી સ્થિતિ સર્જાય.મલ્ટિપ્લેક્સ,ઓડિટોરિયમ માત્ર લોકો માટે મનોરંજન હશે પરંતુ લાખો પરિવારોની રોજીરોટીનો તે આધાર છે.

ત્રીજી વખત પણ ન મળ્યા મહારાજાના ખરીદદાર, ચોથી વાર બોલીની તારીખ વધારાઈ
ચીન સાથે વધી રહેલા ટકરાવ વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિએ 768 અબજ ડોલરના સંરક્ષણ બજેટને મંજૂરી આપી
મોબાઈલ શોપના માલિકે વેપારીના બાકી રૂ.3990 માટે ફોટા નીચે બદનામીભર્યું લખાણ લખી વાયરલ કર્યું
દક્ષિણ ગુજરાતનો લિસ્ટેડ બુટલેગર રમેશ માઈકલ ઝડપાયો, વાપી પોલીસે દબોચ્યો
સુરતના રત્નકલાકારો માટે ખુશખબર, GJEPCએ કરી 50 કરોડના પેકેજની જાહેરાત
Share This Article
Facebook Email Print
Previous Article પતિ હોવા છતાં દિયર સાથે રંગરેલિયા મનાવતી હતી પત્ની,સાથે જીવવા-મરવાની કસમ ખાઈ લીધી,પરંતુ થયું એવું કે
Next Article કોરોના કાળમાં પણ બેંકોને બખ્ખા, 1,00,000 કરોડનો તોતીંગ નફો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up