દેશમાં ચાલી રહેલી ભયંકર મહામારી ને પગલે અર્થતત્રં માં શિથિલતા આવી ગઈ છે ત્યારે કેન્દ્ર સરકાર હવે પોતાના વિભાગોના ખર્ચ ઘટાડવા તરફ ધ્યાન કેન્દ્રિત કરે છે અને હવે પ્રત્યક્ષ કર બોર્ડ તેમજ અપ્રત્યક્ષ કર બોર્ડ એટલે કે સીબી ડી ટી અને સી બી આઈ સી નો વિલય કરવાની તૈયારી ચાલી રહી છે.
સરકારના અંતરગં વર્તુળોએ એવી માહિતી આપી છે કે મહામારી ને પગલે સરકારની મહેસૂલી આવકમાં ભયંકર ઘટાડો થયો છે ત્યારે સરકારી વિભાગોના ખર્ચ ઘટાડવાની માર્ગરેખા ઘડવામાં આવી છે અને તેને પગલે આવા વિલાય ના પગલા ભરવામાં આવશે. એટલું જ નહીં બલકે દરેક સ્તર પર કર્મચારીઓની સંખ્યા ઘટાડવા નો પ્રસ્તાવ પણ આવ્યો છે અને તેના પર પણ ચર્ચા શ થઈ ગઈ છે.ખર્ચેા ઓછો કરવાના અભિયાનના ભાગપે આ પ્રકારની ચર્ચા શ થઈ છે અને તેમાં નવી ભરતી પર પ્રતિબધં ચાલુ રાખવામાં આવશે.સાથોસાથ સેવાનિવૃત્તિ ના નિયમો માં મોટા ફેરફાર કરવામાં આવશે.એ જ રીતે મહેસૂલી અધિકારીઓ ને બીજા વિભાગોમાં મોકલવામાં આવશે એજ રીતે કેટલાક કર્મચારીઓ ની શ્રેણીઓ માટેના ભથ્થામાં કાપ મુકવામાં આવશે અને આ બધી બાબતો પર ચર્ચા મંત્રણા શ થઈ ગઈ છે. સરકારના વિશ્વાસપાત્ર વર્તુળોએ એવી માહિતી આપી છે કે નાણા મંત્રાલય સાથે મળીને કર વિભાગોને એક કરી દેવા અંગે ચર્ચા અને બેઠકો શ થયા છે.
આ બંને બોર્ડ અત્યારે કર અંગેની નીતિઓ તૈયાર કરે છે પરંતુ એમના માટે નું બજેટ નાણા મંત્રાલય હસ્તકના મહેસુલ વિભાગ દ્રારા નક્કી કરવામાં આવે છે. ખર્ચ ઘટાડવા માટેની આ કવાયતમાં અન્ય કેટલાક પગલાંઓ પણ ગંભીરતાથી વિચારવામાં આવી રહ્યા છે. દરેક સ્તર પર કર્મચારીઓની સંખ્યા ઘટાડવા ના પ્રસ્તાવ ઉપર પણ ગંભીરતાથી વાતચીત ચાલી રહી છે.જોકે તેના માટે પીએમઓ દ્રારા લીલી ઝંડી મળવી જરી બની જાય છે અને આ મુદ્દા પર હજુ વધુ બેઠકો થવાની સંભાવના છે.

