બારડોલી : બારડોલી તાલુકાનું સરભોણ ગામ ફરી એક વખત વિવાદોમાં આવ્યું છે.થોડા મહિનાઓ પૂર્વે દારૂબંધીને લઈને બે જૂથો આમને સામને થયા બાદ મંગળવારે રાત્રે જૂના કાજી ફળિયામાં ફળિયાના જ બે જુથ નજીવી બાબતે સામસામે આવી જતાં હંગામો થયો હતો.પોલીસે બંને પક્ષની ફરિયાદ લઈ કુલ 38 આરોપીઓની ધરપકડ કરી છે.હાલ સરભોણમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.સરભોણ જૂના કાજી ફળિયામાં રહેતો જયેશ જગદીશ રાઠોડએ આપેલી ફરિયાદ મુજબ તે મંગળવારના રોજ પોતાના ભત્રીજા વિજય મહેશ રાઠોડને તેમના ઘર વચ્ચેથી પાણી કાઢવા બાબતે ગાળાગાળી કરતો હતો તે સમયે ત્યાંથી પસાર થતાં ભાવેશ બાબુ હળપતિએ ગાળો કોને સંભળાવે હે એમ કહી તે જયેશ સાથે ગાળાગાળી કરી જયેશની પત્ની સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો. જેની અદાવત રાખી રાત્રિના 8.30 વાગ્યાની આસપાસ ભાવેશ બાબુ હળપતિ સહિત 25 જેટલા ઇસમો એક સંપ થઈ લાકડીઓ લઈને જયેશના ઘર પાસે ધસી આવ્યા હતા અને જયેશ તથા તેની પત્ની ભાનુબેન, સતિશભાઈની સાથે મારમારી શરૂ કરી હતી.આ દરમ્યાન કોઈએ ઈંટનો ઘા કરતાં જયેશની પુત્રી સાવિત્રીને વાગતા તેને ઇજા થઈ હતી.એટલું જ નહીં આ ટોળું જયેશના ઘરમાં ઘૂસી જય ઘરના દરવાજા, પતરાની દીવાલ, બાથરૂમના નળ, બેડ, ઘરોની લાઇટ તેમજ મોટર સાયકલ અને મોપેડમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડયું હોવાનું આરોપ લગાવ્યો હતો.બીજી તરફ સામે પક્ષે ભાવેશ બાબુ હળપતિએ આપેલી ફરિયાદ મુજબ ભાવેશ મંગળવારે સવારે રસ્તામાં ચાલતો જતો હતો ત્યારે જયેશ જગદીશ રાઠોડે ગાળાગાળી કરતાં જયેશ અને તેની પત્ની સાથે ઝઘડો થયો હતો.તે સમયે ભાવેશનો મિત્ર અંકુશ અરવિંદ રાઠોડ વચ્ચે પડી છોડાવ્યો હતો.જેની અદાવત રાખી રાત્રિના સમયે અંકુશ ચાલતો જતો હોય તેને જયેશ અને તેની પત્ની તથા બે છોકરા વિપુલ અને અતુલ, જમાઈ સતિશ મનુ રાઠોડ, વિજય મહેશ રાઠોડ, મુકેશ બાબુ હળપતિ, મિતેશ રજૂ હળપતિએ તેને રસ્તામાં ઘેરી વળી ધિકમુક્કીનો તથા ઈંટોથી માર મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી વચ્ચે છોડાવવા જતાં ભાવેશ અને તેની સાથેના લોકો સાથે પણ ઝપાઝપી કરી હતી. ઘટનાની જાણ થતાં જ બારડોલી ગ્રામ્ય પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી તમામ 38 આરોપીઓની ધરપકડ કરી હતી.
પકડાયેલા આરોપીઓ.
જયેશ જગદીશ રાઠોડની ફરિયાદના આરોપી.
નિલેષ નરસિંહ રાઠોડ, સંજય રમણ રાઠોડ, ઘેલા ગાંડા રાઠોડ, રાકેશ રાજુ રાઠોડ, જયેશ બાબુ રાઠોડ, અરવિંદ સોમા રાઠોડ, અંકુશ અરવિંદ રાઠોડ, મહેશ સોમા રાઠોડ, સૂખા નાથુ રાઠોડ, નયના સંજય રાઠોડ, મંજુ અરવિંદ રાઠોડ, ભાવેશ રમેશ રાઠોડ, મયુર રમણ રાઠોડ, મેહુલ નરસિંહ રાઠોડ, ભીખુ ગોવિંદ રાઠોડ, ચેતન કાળું હળપતિ, ગોવિંદ મનુ હળપતિ, કાશી ગોવિંદ હળપતિ, કોલી ધીરુ હળપતિ, રેખા રાજુ હળપતિ, ભાવેશ બાબુ હળપતિ, દશરથ શુક્કર હળપતિ, આનંદ અરવિંદ હળપતિ, અરવિંદ ધનસુખ રાઠોડ, પ્રકાશ રાજુ રાઠોડ
ભાવેશ બાબુ હળપતિએ આપેલી ફરિયાદના આરોપી
જયેશ જગદીશ રાઠોડ, ભાનું જયેશ રાઠોડ, વિપુલ જયેશ રાઠોડ, અતુલ જયેશ રાઠોડ, સતિશ મનુ રાઠોડ, વિજય મહેશ રાઠોડ, મુકેશ બાબુ હળપતિ, મિતેશ રાજુ હળપતિ


