બારડોલી : ધી સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કની સ્થાપનાના 113 વર્ષ પૂર્ણ થતાં હોય અને 114માં વર્ષમાં પ્રવેશ પ્રસંગે તાલુકામાં આવેલી બેન્કની શાખાઓમાં કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. સરભોણ શાખામાં બેન્કના ખાતેદાર ચંદુભાઈ પટેલના હસ્તે કેક કાપવામાં આવી હતી.આ પ્રસંગે શાખા મેનેજર રાહુલ શ્રીકાંતે જણાવ્યુ હતું કે,સરભોણ શાખા બેન્કની ખૂબ જ જૂની શાખાઓમાંની એક છે.બેન્ક પાસે હાલમાં 62.5 કરોડની ડિપોઝિટ છે અને 3.2 કરોડ રૂપિયાનું ધિરાણ કરેલું છે.આ પ્રસંગે વિસ્તારના અગ્રણી મનીષભાઈ પટેલ,તુષારભાઈ નાયક સહિત ખાતેદારો અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા


