બારડોલી : બારડોલીના સરભોણ વિભાગ ગાયત્રી પરિવારના પ્રયાસથી U.S.A united we breathe, gujarati samaj of- Mississippi, friend of humanity ના આર્થિક સહયોગથી નવસારી રોટરી આઈ હોસ્પિટલને આઈ કેમ્પ માટે 17 સીટની એમ્બ્યુલન્સ ખરીદવા 18,14,964 રૂપિયાનો ચેક રોટરી આઈ હોસ્પિટલના પ્રમુખ યોગેશભાઈ નાયક તથા કિરીટભાઇ બારોટને અર્પણ કર્યો હતો.
આ પ્રસંગે સરભોણ ગાયત્રી પરિવારના સંચાલક વિજભાઈ પંચાલ,જીતુભાઈ પારેખ,પ્રેમચંદ ગુપ્તા તથા ગામના અગ્રણી તૃષાર નાયક,હસમુખભાઈ પટેલ,અરુણભાઇ પટેલ,પ્રતિક નાયક,ધર્મેશ નાયક,રાજૂભાઈ પારેખ,કરસનભાઈ પ્રજાપતિની ઉપસ્થિતિમાં વિજયભાઈ પંચાલના હસ્તે ગામના લોકોની સાથે રહીને આ ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.યોગેશભાઈએ ઉપરોક્ત ત્રણ સંસ્થા તથા સરભોણ ગાયત્રી પરિવારની કામગીરીને બિરદાવી હતી.અને ગ્રામજનોએ પણ આવા કાર્યો માટે પ્રોત્સાહન આપતા અભિનંદન પાઠવ્યા હતા.રોટરી આઈના પ્રમુખે જ્યારે પણ આંખ માટેની મુશ્કેલી હોય તો દર્દીની મુશ્કેલી દૂર કરવાની ખાત્રી આપી હતી.