વલસાડ, 10 જૂન :સરીગામ સરઈ સ્ટેટ હાઇવે પર સોમવારે ઇકો કારથી અકસ્માત સર્જી બાઇક સવાર બે નિર્દોષના જીવ લઇ દારૂ ભરેલી ઇક્કો કાર છોડી ભાગી ગયેલા નારગોલ મરીન પોલીસના કલ્પેશ જાની સામે ભીલાડ પોલીસ મથકે ગુનો દાખલ કરાયો.સરીગામ પાગીફળિયા પાસે નવીનગરી નું પરિવાર સોમવારે સરઈ લગ્ન પ્રસંગમાં જઇ સાંજે બાઇક પર પરત સરીગામ આવી રહ્યું હતું.ત્યારે સરીગામ થી નારગોલ તરફ ઇકોકાર ચાલક હેમંતભાઈ લાલજીભાઈ ભદ્રા (રે,ઉમરગામ) તથા નારગોલ મરીન પોલીસનો કલ્પેશ જાની દારૂ ભરી કાર પુરઝડપે હંકારી જતા હતી ત્યા માંડામાં ઓવરટેક ની લહાયમાં બાઇકને અડફેટે લેતા પ્રવીણ ગણેશ ભાઈ વારલી અને સાગર કાંતિભાઈ હીરોત્તરા (રે,સરીગામ)નું ઘટના સ્થળ પર મોત નિપજાવ્યું હતું.જ્યારે સરસ્વતીબેન ને ગંભીર ઇજા થતા વલસાડ સિવિલમાં ખસેડ્યા હતા જ્યા તેમની હાલત પણ ગંભીર છે.અકસ્માત બાદ મરીન પોલીસ મથકના કલ્પેશ જાની ભાગી ગયો હતો.જ્યારે લોકો એ કાર ચાલક ને ઝડપી પાડી પોલીસ ને સોંપ્યો હતો.કાર માંથી દારૂ અને બિયરની 11 બોટલ મળી રૂ.1900 નો મુદ્દામાલ મળી આવ્યો હતો.કાર ચાલક વિરુદ્ધ રાજેશ વળવીએ ભીલાડ પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી છે.


