મુંબઇ : બોલીવુડના અભિનેતા સલમાન ખાન અને તેના પિતા સલીમખાનને તાજેતરમાં એક પત્ર દ્વારા જાનથી મારી નાંખવાની ધમકી મળી હતી.આ ધમકી મળ્યા બાદ મુંબઇ પોલીસની એક ટીમ તિહાર જેલમાં બંધ ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઇની પૂછપરછ માટે દિલ્હી પહોંચી હતી.આ પત્ર સંદર્ભે સોમવારે દિલ્હી પોલીસે પણ લોરેન્સ બિશ્નોઇની પૂછપરછ કરી હતી જેમાં તેણે આ પ્રકરણમાં પૂછપરછ કરી હતી જેમાં તેણે આ પ્રકરણમાં તેનો કોઇ હાથ ન હોવાનું સ્પષ્ટ કર્યું હતું.જો કે આજે મુંબઇ પોલીસની એક ટીમ પણ દિલ્હી પહોંચી ગઇ હતી અને બિશ્નોઇની પૂછપરછ કરશે તેવું જાણવા મળ્યું હતું.મુંબઇ પોલીસે આ પહેલા સોમવારે સલમાન ખાનના પિતા સલીમ ખાનનો જવાબ નોંધ્યો હતો.ધમકીનો આ પત્ર તેમને એક દિવસ અગાઉ જ મળ્યો હતો.આ પત્રમાં પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાનો જે પ્રમાણે અંત લાવવામાં આવ્યો તે રીતે પિતા-પુત્રનો પણ અંત લાવવામાં આવશે તેવી ધમકી આપવામાં આવી હતી.
આ પ્રકરણે દિલ્હી પોલીસે જેલમાં બંધ બિશ્નોઇની પૂછપરછ કરી હતી જેમિાં તેણે આ બાબતે તેની કોઇ સંડોવણી હોવાનું નકારી કાઢયું હતું તેમજ આ બાબતે તેને કોઇ જાણ ન હોવાનું પણ સ્પષ્ટ કર્યું હતું.તેથી ખરેખર ધમકી ભર્યો આ પત્ર અન્ય કોઇ ટોળકીએ મોકલ્યો છ ેકે પછી કોઇએ મજાક ખાતર આ કૃત્ય કર્યું છે તેની ઉંડાણભરી તપાસ મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે આદરી છે.પોલીસ સૂત્રોનુસાર અત્યાર સુધીમાં તેમણે ૨૦૦થી ૨૫૦ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી છે.જો કે સલીમ ખાનને જ્યાંથી ધમકી ભરી ચીઠ્ઠી મળી છે ત્યાં કોઇ આવતું-જતું દેખાયું નથી.આ પ્રકરણે પોલીસ ૪૦થી વધુ લોકોની પૂછપરછ પણ કરી છે.તેમની પૂછપરછમાં પણ કાંઇ નક્કર વાત સામે આવી નથી.
આ સંદર્ભે તપાસ અધિકારીઓના જણાવ્યાનુસાર સલીમ ખાન બાંદરા ખાતેના બેન્ડ-સ્ટેન્ડ પ્રોમેનેડ પાસેના ગાર્ડનમાં તેમની રાબેતા મુજબના સ્થળે બેન્ચ પર જઇને બેઠા હતા ત્યારે ત્યાંના સફાઇ કર્મચારીએ બેન્ચ નીચે પડેલ એક કાગળનો ટુકડો સલીમ ખાનના અંગત સુરક્ષા રક્ષક હેગિઢેટના હાથમાં આપ્યો હતો.આ સમયે આ ત્રણ જણ સિવાય ત્યાં કોઇ અન્ય વ્યક્તિ હાજર નહોતી.મુંબઇ પોલીસે સોમવારે સલમાન- ખાનનો જવાબ પણ નોંધ્યો હતો જેમાં તેને ધમકીનો કોઇ ફોન ન આવ્યો હોવાનું પોલીસને જણાવ્યું હતું.