[weather_data]
Breaking News
TRENDING NEWS

સલમાનને સાપ કરડતાં પિતાએ પૂછ્યું- શું સાપ જીવિત છે? ટાઈગરે આપ્યો જવાબ

[updated_date] [post_views]

Table of Content

– બોલિવૂડ અભિનેતા સલમાન ખાન આજે 27 ડિસેમ્બરના રોજ 56 વર્ષનો થઈ ગયો છે

મુંબઇ : બોલિવૂડ અભિનેતા સલમાન ખાન આજે 27 ડિસેમ્બરના રોજ 56 વર્ષનો થઈ ગયો છે. મોડી રાત્રે પનવેલ ફાર્મહાઉસમાં તેના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. સલમાનના જન્મદિવસની ઉજવણી માટે તેના ખાસ મિત્રો ભેગા થયા હતા. તેણે તેની ભત્રીજી આયત સાથે કેક કાપી હતી. સેલિબ્રેશનનો વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સલમાને મોડી રાત્રે મીડિયા માટે પોઝ પણ આપ્યા હતા અને વાતચીત પણ કરી હતી.

સલમાન ખાને સોમવારે કહ્યું હતું કે, તેને સાપે ત્રણ વખત ડંખ માર્યો હતો અને તે ભાગ્યશાળી છે કે આ ઘટના ચિંતાજનક ન બની. જો કે, તેનો પરિવાર અને ચાહકો તેના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ ચિંતિત હતા. તેના જન્મદિવસના એક દિવસ પહેલા સલમાન ખાન પનવેલના ફાર્મહાઉસમાં હાજર હતો જ્યાં તેને સાપ કરડ્યો હતો. ત્યાર બાદ તેને નવી મુંબઈની એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો અને રવિવારે સવારે તેને રજા આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles