By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સલમાન ખાન અને નામચીન હર્ષિલ લિમ્બાચિયા સહીત સાત કેદીઓએ વડોદરા જેલમાં ફિનાઇલ પીધું, તંત્ર પર લગાવ્યા ગંભીર આરોપ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Vadodara > સલમાન ખાન અને નામચીન હર્ષિલ લિમ્બાચિયા સહીત સાત કેદીઓએ વડોદરા જેલમાં ફિનાઇલ પીધું, તંત્ર પર લગાવ્યા ગંભીર આરોપ
GeneralVadodara

સલમાન ખાન અને નામચીન હર્ષિલ લિમ્બાચિયા સહીત સાત કેદીઓએ વડોદરા જેલમાં ફિનાઇલ પીધું, તંત્ર પર લગાવ્યા ગંભીર આરોપ

HM News
Last updated: 22/09/2022 4:37 AM
HM News
3 years ago
Share
SHARE

ગતરોજ બુધવારે વડોદરાની સેન્ટ્રલ જેલમાં આશરે 7 જેટલા કાચા કામના કેદીઓએ જેલ તંત્રના ત્રાસના પગલે ફિનાઇલ પી લેવાની ઘટના સામે આવી છે.ઘટના બાદ તમામ કેદીઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.જ્યાં તમામની સારવાર ચાલી રહી છે.જે કેદીઓ બોલી શકે છે તેમણે જેલ તંત્ર દ્વારા ભારે ત્રાસ ગુજારવામાં આવતો હોવાની આપવિતી મીડિયા સમક્ષ જણાવી છે.હવે આ મામલે તપાસ બાદ શું સામે આવે છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.સુત્રોના જણાવ્યા અનુસાર, ફિનાઇલ ગટગટાવનાર કેદીઓની સંખ્યામાં વધારો થઇ શકે છે.

જેલને આમ તો સુરક્ષીત જગ્યા ગણવામાં આવે છે.પરંતુ આજે વડોદરાની સેન્ટ્રલમાં કેદીઓની સુરક્ષા સામે સવાલો ખડા થાય તેવી ઘટના સામે આવી છે.આજે સાંજે વડોદરાની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવેલા મહાઠગ હર્ષિલ લિંબાચીયા સહિત 7 કાચા કામના કેદીઓએ ફિનાઇલ ગટગટાવી દીધું હતું.જે પૈકી હર્ષિલ લિંબાચીયા સામે એડમીશન અને નોકરી મામલે ઠગાઇના કિસ્સામાં પોલીસ ચોંપડે નોંધાઇ ચુક્યો છે.જ્યારે અભી ઝા પાદરામાં મર્ડર કેસમાં ભારે ચર્ચામાં રહ્યો હતો.વાતની જાણ જેલ તંત્રને થતા જ તમામને એસએસજી હોસ્પિટલ ખાતે લાવવવામાં આવ્યા હતા.જ્યાં હાલ તમામની સારવાર ચાલી રહી છે.વડોદરાના મહાઠગ હર્ષિલે હોસ્પિટલના બિછાનેથી પોતાની આપવિતી મીડિયા સમક્ષ જેલ તંત્ર પર આરોપ મુકતા કહ્યું કે, મને જેલમાં ત્રાસ આપે છે.વાધેલા સાહેબ મને હેરાન કરે છે.મને હાઇ સિક્યુરીટીમાં મુકી દીધો છે.વાઘેલા સાહેબ મારી પાસેથી હાઇ સિક્યુરીટીમાંથી બહાર કાઢવા માટે પૈસાની માંગણી કરે છે.તો ફીનાઇલ પીનાર અન્ય કેદીએ હોસ્પિટલના બિછાનેથી મીડિયા સમક્ષ જેલ તંત્ર પર આરોપ મુકતા જણાવ્યું કે, સુપ્રીટેન્ડેન્ટનો બહુ ત્રાસ છે.બરોડા જેલમાં બહુ ત્રાસ આપી રહ્યા છે.નિકળવા ન દે, બંધ રાખે, ટીફીન ન આવવા દે, ટીફીન આવે તો અલગ કરી નાંખે, ગેટથી અમારૂ ટીફીન ઢોળી નાંખે, જમવાનું પુરૂ ન આવવા દે, અમે કાળી ફિનાઇલ પીધી છે.બધા કાચા કામના કેદી છે.હોસ્પિટલના બિછાનેથી વધુ એક અન્ય કેદીએ આપવિતી જણાવી જેલ તંત્ર પર આરોપ મુકતા મીડિયા સમક્ષ કહ્યું કે, કંઇ ટાઇમ પર આપતા નથી.મને બીપીની બિમારી છે.મને જેલમાં દવાખાને પણ જવા દેતા નથી.ફિનાઇલ જેલ સ્ટાફ લઇને આવ્યા હતા.ખોટી રીતે પૈસાની માંગણી કરવામાં આવે છે.બધાને હેરાન કરી દીધા છે.અમારી માંગ છે કે જેલ એસપીને બદલાવો.ત્રણ ચાર મહિના સુધી 24 કલાક બંધ કરી દે છે.ફિનાઇલ પીનાર અમે એકબીજાને નથી ઓળખતા.

કેદીઓના હાલ જાણવા પહોંચેલા ડીસીપી અભય સોનીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, ટીફીન મામલે કેદીઓને અલગ કરવામાં આવ્યા હતા.આજે કેદીઓએ સાબુનું પાણી પીધું છે.તમામની હાલત સ્થિર છે, કંઇ ચિંતાજનક નથી.આ ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા છે.તો બીજી તરફ જેલમાં ફિનાઇલ આટલા બધા કેદીઓ સુધી કેવી રીતે પહોંચ્યું,સહિતના અનેક પ્રશ્નોએ લોકોને
વિચારતા કરી રહ્યા છે.હવે આ મામલે તપાસ બાદ શું સામે આવે છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.

પ્રાથમિક માહિતી પ્રમાણે નીચે મુજબના કેદીઓએ ફિનાઇલ ગટગટાવ્યું

– હર્ષિલ લીંબાચિયા

– અભિ આનંદ ઝા

– માજીદ ભાણ

– સલમાનખાન પઠાણ

– સાજીદ અક્બર કુરેશી

– સોહેબ કુરેશી તથા અન્ય એક કેદી

ભાજપના કોર્પોરેટરે યાત્રા યોજવા માટે લોકોને દારૂ અને પેટ્રોલની ઓફર કરી? જાણો વાયરલ ચેટ અંગે
સરકાર હમસે ડરતી હે, પુલીસ કો આગે કરતી હે’, કેવડિયામાં કોંગ્રેસના 10 ધારાસભ્યોની અટકાયત
MBBSના વિદ્યાર્થીઓ હવે યોગાભ્યાસ કરશેઃ કોર્સમાં યોગ ટ્રેનિંગનો સમાવેશ
સુરત એરપોર્ટ પર DRI ના ચેકીંગમાં શારજાહથી સોનાની કેપ્સ્યુલ લાવનાર મહિલા સહિત બે ઝડપાયા
મોંઘવારીના મુદ્દે કોંગ્રેસ જૂઠાણાં ચલાવે છે : નરેન્દ્ર મોદી
Share This Article
Facebook Email Print
Previous Article મોસ્ટ વોન્ટેડ ડ્રગ સપ્લાયર કૈલાસ રાજપૂતની લંડનમાં અટકાયત
Next Article નવસારીના જિલ્લા પુરવઠા અધિકારી વિશાલ યાદવને રૂ.1 લાખની લાંચ લેતા ACBએ રંગેહાથ દબોચ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up