By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સલમાન ખાન વિરુદ્ધ બોલવા બદલ મળી હતી ગેંગરેપની ધમકીઓ, પૉર્ન સાઇટ્સ પર તસ્વીરો ફરતી થઇ હતી : મહિલા સિંગરે જણાવી આપવીતી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Featured > સલમાન ખાન વિરુદ્ધ બોલવા બદલ મળી હતી ગેંગરેપની ધમકીઓ, પૉર્ન સાઇટ્સ પર તસ્વીરો ફરતી થઇ હતી : મહિલા સિંગરે જણાવી આપવીતી
FeaturedGeneral

સલમાન ખાન વિરુદ્ધ બોલવા બદલ મળી હતી ગેંગરેપની ધમકીઓ, પૉર્ન સાઇટ્સ પર તસ્વીરો ફરતી થઇ હતી : મહિલા સિંગરે જણાવી આપવીતી

HM News
Last updated: 30/06/2022 11:08 AM
HM News
3 years ago
Share
SHARE

સલમાન ખાનના એક નિવેદનની ટીકા કરવા બદલ ગાયિકા સોનમ મહાપાત્રાને કઈ હદ સુધીના ટ્રોલીંગનો સામનો કરવો પડ્યો હતો તેની દુઃખદ આપવીતી તેણે એક ઇન્ટરવ્યુમાં કહી છે.બૉલીવુડ ગાયક સોના મહાપાત્રા પોતાના ગીતો કરતાં વધારે પોતાનાં નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે.ઘણીવાર તેણે ખુલીને પોતાનો મત વ્યક્ત કર્યો છે તો બૉલીવુડના અભિનેતાઓને પણ આડે હાથ લીધા છે.જોકે, તેના કારણે ઘણીવાર તેણે ધમકીઓનો પણ સામનો કરવો પડ્યો છે.આવી જ એક ઘટના તેણે તાજેતરમાં શૅર કરી હતી જ્યારે સલમાન ખાન વિરુદ્ધ બોલવા બદલ તેને ધમકીઓ મળી હતી અને પૉર્ન સાઈટ પર તેની એડિટ કરેલી તસ્વીરો ફરતી થઇ ગઈ હતી.

સોના મહાપાત્રએ ઈ-ટાઈમ્સને તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કરતા કહ્યું હતું કે, “હું સૌથી ભયાનક ટ્રોલિંગમાંથી પસાર થઇ છું.જેમાં જાનથી મારી નાંખવાની અને રેપની ધમકીઓથી લઈને મારા સ્ટુડિયોમાં ડબ્બામાં (લંચ બૉક્સમાં) મળ મોકલવા સુધીની ઘટનાઓ પણ સામેલ છે.આ બધું એટલા માટે થયું કારણ કે મેં સલમાન ખાનને તેના મહિલા વિરોધી નિવેદનો બદલ ફટકાર લગાવી હતી.મારું આ નિવેદન વાયરલ થઇ ગયું હતું.”

તેમણે કહ્યું કે આ સતત બે મહિના સુધી ચાલ્યું હતું અને પછી મહિલા અને બાળવિકાસ મંત્રીએ મહિલાઓ અને બાળકીઓની સુરક્ષા માટે ઓનલાઇન કેમ્પેઈન પણ લૉન્ચ કરવું પડ્યું હતું.આ ઉપરાંત, ‘I am being trolled’ હેશટેગ પણ લોન્ચ કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત સોનાએ એમ પણ કહ્યું કે તેમની તસ્વીરો મોર્ફ કરીને પૉર્ન સાઇટ્સ પર અપલોડ કરવામાં આવતી હતી અને રોજ તેમને ગેંગરેપની ધમકીઓ પણ મળતી હતી.તેમણે એમ પણ કહ્યું કે આ પ્લાન્ડ હતું અને એક ડિજિટલ આર્મીનું કામ હતું.જોકે, સાથે એમ પણ કહ્યું કે જરૂરી નથી કે એક્ટરના ચાહકોએ જ આ કર્યું હોય.

ગાયકે કહ્યું કે, તે વખતે મહિલાઓ ઓનલાઇન પ્લેટફોર્મથી દૂર રહે તે માટે ડરાવવા અને ધમકાવવા માટેના ઓનલાઇન કલ્ચરને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું હતું.આ સુનિયોજિત રીતે થયું હતું અને ઘણા પેડ બોટ્સ હતા જેમને આ શરૂ કર્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે આ ઘટનાઓના કારણે તેના પરિવારે પણ ઘણું ભોગવવાનું આવ્યું હતું.આ સમગ્ર વિવાદ સલમાન ખાનના એક વિવાદિત નિવેદનથી શરૂ થયો હતો.સલમાન ખાને એક ફિલ્મના શૂટિંગ બાદ કહ્યું હતું કે તેને એક રેપ કરવામાં આવેલ મહિલા જેવું લાગી રહ્યું છે.જે બાદ સોના મહાપાત્રએ કહ્યું હતું કે, “મહિલાઓ સાથે મારપીટ,લોકો પર ચડાઈ કરવી,વાઈલ્ડલાઈફ હિંસા અને હવે દેશનો હીરો.આ યોગ્ય નથી.ભારત આવા લોકોથી ભર્યું છે. સાંભળ્યું છે કે સલમાને નિવેદન પરત લેવાના પ્રયનો કર્યા હતા. ‘સૉરી’ બોલવાથી કંઈ નહીં થાય, કરોડો લોકોના આઇડલ. પિતા પાસેથી દરરોજ સૉરી બોલાવવું સારી બાબત નથી.” નોંધવું જોઈએ કે સલમાનના આ નિવેદનના કારણે સલીમ ખાને માફી માંગવી પડી હતી.

પ્રિયંકા ચોપરાએ લગ્ન બાદ ફિલ્મ ‘ભારત’ની ઓફર ફગાવી દીધી હતી ત્યારે સલમાન ખાને કહ્યું હતું કે, સામાન્ય રીતે લોકો આ માટે પતિને પણ છોડી દેતા હોય છે.જેના જવાબમાં સોના મહાપાત્રા દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું હતું કે, “પ્રિયંકા ચોપરા પાસે પતિ સાથે સમય ગાળવા સહિત જીવનમાં કરવા માટે ઘણા કામો છે,અને મહત્વની વાત એ છે કે તે મહિલાઓને પ્રેરણા આપે છે.”

રૂપાણી સરકારમાં થશે મોટા ફેરફાર, જાણો ક્યાં 5 પ્રધાનોનાં પત્તાં કપાવાની ચાલી રહી છે વાતો ?
ગાય ઉપર બળાત્કાર કરવાના સંદર્ભમાં ૫૫ વર્ષના એક શખ્સની ધરપકડ
પાકિસ્તાનની યુનિવર્સિટીઓમાં હોળીની ઉજવણી કરવા પર પ્રતિબંધ, હિન્દુ સમુદાયને મોટો આંચકો
રાજ્યસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ વધુ તૂટી, કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીનું પણ રાજીનામુ
બનાસકાંઠાના તાત્કાલીન SOG PSI સામે લાંચ માગ્યાની ફરિયાદ
Share This Article
Facebook Email Print
Previous Article બુરખામાં ડાન્સ કરતી અભિનેત્રીને જોઈને ગુસ્સે ભરાયા કટ્ટરપંથીઓ, કહ્યું- હિજાબની મજાક ઉડાવી, અલ્લાહ શિખામણ આપે
Next Article આજે સાંજે 7 વાગે એકનાથ શિંદે લેશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up