મુંબઈ, તા. 02 માર્ચ, 2022, બુધવાર : અભિનેતા સલમાન ખાન બોલિવુડના મોસ્ટ એલિજિબલ બેચલર છે.તેમના ચાહકો તેમના લગ્નની વાતને લઈને ખૂબ જ એક્સાઈટેડ રહે છે.ત્યારે તાજેતરમાં સલમાનના લગ્ન અંગેનો એક ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.વાયરલ સમાચાર પ્રમાણે સલમાને અભિનેત્રી સોનાક્ષી સિન્હા સાથે લગ્ન કરી લીધા છે.
વાયરલ ફોટોમાં સોનાક્ષીના સેંથામાં સિંદૂર ભરેલું જોઈ શકાય છે અને સલમાન તેને રીંગ પહેરાવી રહ્યો છે.સાથે જ બંનેએ છાનામાના લગ્ન કરી લીધા હોવાના સમાચાર પણ વાયરલ થઈ રહ્યા છે.જોકે આ તસવીરો ફોટોશોપ કરવામાં આવેલી છે.સચ્ચાઈ એ છે કે,સલમાન અને સોનાક્ષીએ લગ્ન નથી કર્યા.
સલમાન પોતાને સિંગલ જ ગણાવે છે પરંતુ તે ઘણી વખત પોતાની મિત્ર યૂલિયા વંતૂર સાથે જોવા મળે છે.આ કારણે સલમાન અને યૂલિયા રિલેશનશિપમાં હોવાની અટકળો પણ ચાલી રહી છે.આ તરફ સોનાક્ષીનું નામ જહીર ઈકબાલ સાથે જોડવામાં આવી રહ્યું છે.જોકે સોનાક્ષીએ આ અંગે ઈનકાર કર્યો હતો અને તેઓ સારા મિત્રો હોવાનું જણાવ્યું હતું.