મુંબઇ : ખાલાપુર તાલુકાના ખોપોલી ગામની માત્ર સવા-બે વર્ષની બાળકી હિન્દવી નિખીલ યાદવે ઘોડેસવારીનું પરાક્રમ દેખાડીને યંગેસ્ટ હોર્સ હાઇડરનો ખીતાબ મેળવ્યો છે.આ વિક્રમની ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધ કરવામાં આવી છે.અગાઉ યંગેસ્ટ હોર્સ રાઇડરનો વિક્રમ ઇન્દોરના બે વર્ષ અને સાત મહિનાના બાળકને નામે હતો.આ વિક્રમ બે વર્ષ અને ચાર મહિનાની હિન્દવીએ તોડયો હતો.તેણે ૫૦ મિનિટ ઘોડેસવારી કરી અને જુદા જુદા ૧૩ પ્રકારના કસબ દેખાડયા હતા.હિન્દવીના માતા-પિતાની પહેલેથી ઇચ્છા હતી કે દીકરી ઘોડેસવારીમાં નામ કાઢે.એટલે હિન્દવી બે વર્ષની થઈ ભારે તાલીમ માટે એક સ્ટડફાર્મમાં લઈ ગયા.પહેલાં તો કહેવામં આવ્યું કે પાંચ વર્ષથી મોટી ઉંમરના બાળકોને જ તાલીમ આપવામાં આવે છે.પણ બાળકીનો ઘોડેસવારી શીખવાનો ઉમંગ જોઈ તેને તાલીમ આપવામાં આવી હતી.