સુરત : ઉધોગમાં વપરાતી મશીનરી પ્રમાણિત થયેલી હોવી જોઈએ.ઓછાં પૈસા ખર્ચી સસ્તી મશીનરી ઇન્સ્ટોલ્ડ કરી દેવામાં આવે છે,જે યોગ્ય નહિ હોવાથી પણ અકસ્માતો થાય છે.વધુમાં,જરૃરી સેફટી અંગેના અટેચમેન્ટ વાપરવા અનિવાર્ય છે.પાંડેસરા જીઆઇડીસીની ઇન્ડસ્ટ્રીઝને ઇન્ડસ્ટ્રીયલ સેફટી અને હેલ્થ અંગેના કાયદાની સમજ આપવા અને સલામતી બાબતે જાગૃતિ લાવવા માટે ઇન્ડસ્ટ્રીયલ સેફટી સેમીનારમાં પાંડેસરા ઇન્ડ.કોઓ.સોસાયટી લી.ના પ્રમુખ કમલવિજય તુલસ્યાને આમ કહ્યું હતું.
સ્ટેન્ટર મશીનમાં આગ લાગવાના બનાવ વધુ બનતા હોય છે,તેથી તે બાબતે રિસર્ચ કરી સ્ટેન્ટર મશીનમાં ીન્ક્સ લગાવી છે,જે ટેક્સટાઈલ ઉધોગ માટે ખુબ જ ઉપયોગી છે,એમ ટેકનીકલ સેશનમાં કલરટેક્ષના પરેશ ટેલરે વિસ્તૃત સમજ આપતાં કહ્યું હતું.સેમીનારમાં જોઇન્ટ ડાયરેકટર ઇન્ડ,સેફટી એન્ડ હેલ્થ આર.એ.પટેલ,આસી.ડાયરેકટર એ.વી.ગોસ્વામી,એસજીપીટીએના પ્રમુખ જીતેન્દ્ર વખારીયા,કલરટેક્ષના ડાયરેકટર મહેશચંદ્ર કબુતરવાલા સહિત અન્ય ૯૦ જેટલા ઉધોગકારો હાજર રહ્યા હતા.એ.વી.ગોસ્વામીએ કર્મચારી કોને કહેવાય,અકસ્માત કેવી રીતે રોકી શકાય અને અકસ્માત થયા બાદ કયાં કયાં પગલાં લેવા જોઇએ તે વિશે સમજ આપી હતી.