અમદાવાદઃ દુષ્કર્મના આરોપી પાસેથી લાખો રૂપિયાના તોડબાજી પ્રકરણમાં નવો ઘટસ્ફોટ થયો છે,ક્રાઇમ બ્રાન્ચના સસ્પેન્ડેડ પીએસઆઇ શ્વેતા જાડેજાના સંબંધી દેવેન્દ્ર ઓડેદરાએ પહેલા આંગડિયાથી 20 લાખ રૂપિયા જામખંભાળિયામાં લીધા હતાબાદમાં 10-10 લાખ રૂપિયા અને 4 લાખ રૂપિયા અમદાવાદ વસ્ત્રાપુરની સરકારી વસાહતમાં લીધા હતા અને 1.22 લાખ રૂપિયાનો મોબાઇલ લીધો હતો,જાડેજાએ કુલ 45 લાખ રૂપિયાનો તોડ કર્યો હતો.
કેનાલ શાહ નામના આરોપી પર બે કેસ થયા હતા, જેમાં પાસામાં ન ધકેલી દેવા માટે લાખો રૂપિયાની લાંચ લેવાઇ હતી.સાથે જ આરોપીના ચીફ સિક્યુરિટીના ક્રેડિટ કાર્ડ પરથી એપ્પલનો આઇફોન ખરીદીને શ્વેતા જાડેજાને અપાયો હતો,જેની કિંમત 1 લાખ 22 હજાર જેટલી હતી.હાલમાં એસઓજી દ્વારા આ કેસમાં ઉંડી તપાસ થઇ રહી છે,આ સસ્પેન્ડેડ મહિલા પીએસઆઇએ તપાસ કરેલા અન્ય કેસોની ઉંડી તપાસ કરવામાં આવે તો મોટી તોડીબાજી સામે આવે તેમ છે.