બારડોલી : ગુજરાત રાજ્યના સહકાર રાજ્ય પ્રધાન જગદીશભાઈ પંચાલ(વિશ્વકર્મા)એ બુધવારના રોજ બારડોલી તાલુકાની મઢી સુગર ફેક્ટરીની શુભેચ્છા મુલાકાત લીધી હતી.સુગર ફેક્ટરીના પ્રમુખ સમીર ભક્ત અને ઉપપ્રમુખ અલ્પેશ પટેલે મંત્રીને સુગર ફેક્ટરીમાં થતી શેરડી પીલાણ અને ખાંડ બનવાની પ્રક્રિયા બતાવી તેના વિષે માહિતી પૂરી પાડી હતી.તેઓ સુગર ફેક્ટરીની કામગીરીથી પ્રભાવિત થયા હતા.આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપના પ્રમુખ સંદીપ દેસાઇ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


