By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સાંદીપનિ વિદ્યા સંકુલ સાપુતારા ખાતે છાત્રાપર્ણ સમારોહ કાર્યક્રમ યોજાયો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > સાંદીપનિ વિદ્યા સંકુલ સાપુતારા ખાતે છાત્રાપર્ણ સમારોહ કાર્યક્રમ યોજાયો
GeneralSouth Gujarat

સાંદીપનિ વિદ્યા સંકુલ સાપુતારા ખાતે છાત્રાપર્ણ સમારોહ કાર્યક્રમ યોજાયો

HM News
Last updated: 20/06/2022 5:42 AM
HM News
3 years ago
Share
SHARE

સાપુતારા : ગિરિમથક સાપુતારા ખાતે આવેલા સાંદીપનિ વિદ્યા સંકુલ ખાતે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ સાયન્સ સેન્ટર અને સેન્ટ્રલ લાઈબ્રેરીનુ ઉદ્ઘાટન કર્યુ હતુ.શ્રી ભારતીય સંસ્કૃતિ સંવર્ધન ટ્રસ્ટ-પોરબંદર સંચાલિત,સાંદીપનિ વિદ્યા સંકુલ-સાપુતારા ખાતે આવેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામા અદ્યતન ટેકનોલોજી ધરાવનાર સાયન્સ સેન્ટર અને સેન્ટ્રલ લાયબ્રેરીના ઉદ્ધાટન વેળા મંત્રીશ્રી સાથે પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

સાંદીપનિ વિદ્યા સંકુલ સાપુતારા છાત્રાપર્ણ પ્રસંગે મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ હતુ કે,ડાંગ જેવા અંતરિયાળ વિસ્તારમા શિક્ષણ,સંસ્કાર અને સંસ્કૃતિની જાગૃતિ લાવવાનુ કામ,વિદ્યા સંકુલ દ્વારા કરવામા આવી રહ્યું છે.આ સંસ્થાઓ સરકારનુ કામ હળવુ કરી રહ્યા છે.આદિવાસી સમાજના વિદ્યાર્થીઓનુ જીવન ધોરણ આર્થિક અને શૈક્ષણિક રીતે ઊંચું આવે તે માટે આ સંસ્થાઓ પ્રયાસ કરી રહી છે.મંત્રીશ્રીએ ડાંગ જિલ્લાના પ્રખ્યાત ડાંગી નૃત્યને હિન્દૂ સંસ્કૃતિનુ પ્રતિક ગણાવ્યુ હતુ.

મંત્રીશ્રીએ સાંદીપનિ વિદ્યા સંકુલ સાપુતારાના ટ્રસ્ટીઓને શ્રેષ્ઠ કામગીરી બદલ અભિનંદન આપ્યા હતા.અહીં વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ અને તમામ પ્રયાસની સુવિધાઓ આપવાનો પ્રયાસ કરવામા આવે છે. ગુજરાત સરકારની વિજ્ઞાન અને ઔધોગિક ક્ષેત્રની સિદ્ધિઓને વર્ણવતા મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ કહ્યુ હતુ કે,દુબઈ કરતા પણ સારી સુવિધાઓ ધરાવનાર સાયન્સ સીટી અમદાવાદ ખાતે તૈયાર કરવામા આવેલ છે.આ સાયન્સ સીટી એશિયાની હબ બની છે જ્યા વિદ્યાર્થીઓએ અચૂક મુલાકાત કરવી જોઈએ.

સાંદીપનિ વિદ્યા સંકુલ ખાતે સાયન્સ સેન્ટર અને સેન્ટ્રલ લાઈબ્રેરીના છાત્રાપર્ણ કાર્યક્રમ પ્રસંગે,ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવીતે અભ્યર્થના વ્યક્ત કરી હતી કે,સાપુતારા સાંદીપનિ વિદ્યા સંકુલ જેવી અદ્યતન ટેકનોલોજી ધરાવનાર શાળાઓ ડાંગના દરેક વિસ્તારમા બને.ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે આ પ્રસંગે અદ્યતન ટેકનોલોજીથી તૈયાર થયેલ સાયન્સ સેન્ટર માટે સંસ્થા,અને ટ્રસ્ટીઓને અભિનંદનનિ સાથે આભાર વ્યક્ત કર્યો હતો.સાંદીપનિ વિદ્યા સંકુલ સાપુતારા છાત્રાપર્ણ કાર્યક્રમમા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી એમ.સી.ભૂસારા, ડાંગ ભાજપ પાર્ટી પ્રમુખ શ્રી દશરથભાઈ પવાર,સાપુતારા હોટેલ એસોસિએશનના સેક્રેટરી શ્રી તુકારામ કરડીલે,શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જોબવર્ક પેમેન્ટના ચેક રીટર્ન કેસમાં સજાના હુકમ સામેની અપીલ રદ
આહવા TDOની મનસ્વી કાર્ય પદ્ધતિ સામે સરપંચની ફરિયાદ
મમતાના બિગડે બોલ ! ઓવૈસી ભાજપનું પ્યાદું,ભાજપ કરોડો રૂપિયા ખર્ચી રહ્યો છે જેથી મુસ્લિમ મતો વહેંચાઇ જાય અને ભાજપને લાભ થાય : ભાજપ કરતા મોટો ચોર કોઈ નથી,તેઓ ચંબલના ડાકુ !
રાજસ્થાનમાં સામૂહિક હત્યાકાંડ : 6 મહિનાની માસૂમ સહિત 4 લોકોની હત્યા કરી સળગાવી દીધા
ગુજરાત એવું રાજ્ય છે જ્યાં ઓક્સિજનના અભાવે એક પણ નાગરિકનું મૃત્યુ થયું નથી; પાટીલ ભાઉના નામે સોશ્યિલ મિડિયામાં પોસ્ટ વાઇરલ : યુઝર્સએ લઇ નાખ્યો ઉઘડો
Share This Article
Facebook Email Print
Previous Article ફેડના નિર્ણય અને મોંઘવારાની ચિંતા વચ્ચે અમેરિકન બજારમાં હાહાકાર : બે વર્ષનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો
Next Article ગિરિમથક સાપુતારા સહિત ડાંગ પંથકના છુટાછવાયા વિસ્તારોમાં રવિવારે વરસાદી ઝાપટાં પડતા સમગ્ર વિસ્તારમાં શીત લહેર ફેલાઈ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up