By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સાંસદ નવનીત રાણા અને MLA પતિને રાજદ્રોહના મામલે 14 દિવસની જેલ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > સાંસદ નવનીત રાણા અને MLA પતિને રાજદ્રોહના મામલે 14 દિવસની જેલ
GeneralNational

સાંસદ નવનીત રાણા અને MLA પતિને રાજદ્રોહના મામલે 14 દિવસની જેલ

HM News
Last updated: 25/04/2022 6:44 AM
HM News
3 years ago
Share
SHARE

મુંબઈ : હનુમાન ચાલીસા વિવાદમાં મહારાષ્ટ્રના અમરાવતીના સાંસદ નવનીત રાણા અને તેમના પતિ ધારાસભ્ય રવિ રાણાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.બાંદ્રાના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની હોલિડે એન્ડ સન્ડે કોર્ટે રવિવારે આ ચુકાદો આપ્યો હતો.આ બન્ને સામે રાજદ્રોહનો ગુનો ઉમેરવામાં આવ્યો છે.તેઓ 6 મે સુધી ન્યાયિક કસ્ટડીમાં રહેશે.જામીનની સુનાવણી 29 એપ્રિલે હાથ ધરાશે. વકીલે જણાવ્યું હતું કે રાણા દંપત્તિએ સરકારી તંત્રને પડકારી હતી અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિરૂદ્ધ ઉચ્ચારણો કર્યા હતા.આથી તેમની સામે રાજદ્રોહની કલમ ઉમેરવામાં આવી છે.બીજી તરફ, રાણા દંપતીના વકીલ રિઝવાન મર્ચન્ટે જણાવ્યું હતું કે રાણા દંપતીએ રાજ્ય સરકાર વિરુદ્ધ નિવેદન આપ્યું હોવા અંગે સરકારી વકીલ એક પણ પુરાવા રજૂ કરી શક્યા નથી.એ લોકો હનુમાન ચાલીસાનો પાઠ કરવા માંગતા હતા અને પ્રાર્થના કરવી ગુનો નથી.હનુમાન ચાલીસામાં ભગવાન શ્રીરામની સ્તુતિ કરવામાં આવી છે.જો દેશમાં હનુમાન ચાલીસા વાંચવી એ ગુનો બની ગયો હોય તો તમામ મંદિરોને તાળાં મારી દેવા જોઈએ.

મુંબઈ પોલીસે રાણા દંપતી સામે નોંધાયેલી એફઆઈઆરમાં સરકારી અધિકારીને ફરજ બજાવવાથી રોકવા માટે ફોજદારી બળનો પ્રયોગ કરવા સંબંધિત કલમ ઉમેરી છે.અલગ-અલગ જૂથો વચ્ચે નફરત ફેલાવવા બદલ પોલીસે શનિવારે સાંજે બંનેની ધરપકડ કરી હતી.ખાર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે દંપતીને રાત્રે સાંતાક્રુઝ પોલીસ લોક-અપમાં મોકલવામાં આવ્યા હતા.નવનીત રાણાને ભાયખલાની જેલમાં તો તેમના પતિને આર્થર રોડ જેલમાં રાખવામાં આવશે.દરમિયાન રાણા દંપતિના નિવાસસ્થળે કથિતરીતે વિરોધ પ્રદર્શનો કરી રહેલા શિવસેનાના ૧૩ કાર્યકરોની ધરપકડ કરાઇ છે.

અગાઉ રાણા દંપતી પર ભારતીય દંડ સંહિતાની કલમ 153A (ધર્મ, ભાષા વગેરેના નામે અલગ-અલગ સમુદાયો વચ્ચે દુશ્મનાવટ ઊભી કરવી) અને મુંબઈ પોલીસ અધિનિયમની કલમ 135 (પોલીસ દ્વારા લાગુ કરાયેલા પ્રતિબંધક આદેશોનું ઉલ્લંઘન) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.ત્યારબાદ નોંધાયેલી એફઆઈઆરમાં, કલમ 353 (સરકારી કર્મચારીને ફરજ બજાવવાથી અટકાવવા માટે ક્રિમિનલ બળપ્રયોગ અથવા હુમલો) ઉમેરવામાં આવી હતી.

કુબેરભવનની તલાટી ઓફિસની છતનો ભાગ તૂટી પડતા દોડધામ
અમૃતા ફડણવીસ ધમકી કેસ : બુકી અનિલ જયસિંઘાણીને ૨૭ માર્ચ સુધી પોલીસ-કસ્ટડી
કોરોનાને લઈ સુરત મ્યુ. કમિશનરનું વધુ એક જાહેરનામું, વિદેશથી આવેલા લોકોએ ફરજિયાત આ કામ કરવું પડશે, નહીં તો…
લો બોલો ! હવે આ મંદિરમાં મહાદેવ પર જળાભિષેક કરવા ચાર્જ નક્કી કરાતા વિવાદ સર્જાયો
ગુજરાતના ૭ લાખ કર્મચારીઓનીે જૂની પેન્શન સ્કીમ ચાલુ કરવા માગણી
Share This Article
Facebook Email Print
Previous Article ઓમિક્રોન સામે કોવિશીલ્ડ રસી પણ નબળી જણાઇ: બૂસ્ટર ડોઝ જરૂરી
Next Article ગુજરાત-રાજસ્થાન સોનચીડિયા, ખડમોર, માટે બર્ડ ડાઇવર્ટર્સ લગાડે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up