By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સાઉદી અરબ અને આફ્રિકાના રણમાં ભારે હિમવર્ષા:તાપમાન -2 ડિગ્રી સુધી પહોંચ્યુ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > સાઉદી અરબ અને આફ્રિકાના રણમાં ભારે હિમવર્ષા:તાપમાન -2 ડિગ્રી સુધી પહોંચ્યુ
GeneralInternational

સાઉદી અરબ અને આફ્રિકાના રણમાં ભારે હિમવર્ષા:તાપમાન -2 ડિગ્રી સુધી પહોંચ્યુ

HM News
Last updated: 18/01/2021 8:59 AM
HM News
4 years ago
Share
SHARE

અસીરઃ સાઉદી અરબ અને આફ્રિકાના મરુસ્થળ (રણપ્રદેશ)માં આ વખતે જાન્યુઆરીમાં જોરદાર હિમવર્ષા થઇ છે,સાઉદીમાં પારો માઇનસ 2 ડિગ્રી સુધી ગગડી ગયો.અહીંના વિસ્તારોમાં રેતી પર બરફની ચાદર છવાઇ ગઇ.છે

વિશ્વભરમાં ઘણા દેશોમાં જાન્યુઆરી મહિનો ઠંડીના ચમકારાથી ભરપુર હોય.જમ્મુ-કાશ્મીરમાં તો 41 દિવસનો ચેલ્લાં કલાઇ (કાતિલ ઠંડી)નો એક આખો પીરિયડ હોય છે. જેની અસર દેશના બાકીના ભાગો પર પડે છે.જ્યાં ઠંડી વધી જાય છે.ગુજરાતનો પણ તેમાં સમાવેશ થાય છે.

સાઉદીના અસીર ક્ષેત્રમાં આશરે 5 વર્ષ પછી આવી હિમવર્ષા થઇ છે.તાબુક સહિત ઉત્તર-પશ્ચિમના પર્વતીય વિસ્તારોમાં પારો બહુ નીચે જતા રહેતા ઠંડી વધી ગઇ છે.તેથી અધિકારીઓએ લોકોને ઠંડીથી બચવાના ઉપાયો કરવાની સલાહ આપી છે.સામાન્ય રીતે અહીંના લોકો ગરમ લુથી બચવાના ઉપાયો કરતા હોય છે.

રિપોર્ટ્સ મુજબ સાઉદીમાં આશરે 50 વર્ષ બાદ આટલા નીચલા સ્તરે તાપમાન ગયું છે. નોંધનીયે છે કે રણપ્રદેશમાં હિમવર્ષા થી સ્થાનિક લોકો અજાણ નથી.ક્યારેક ક્યારેક થઇ પણ જાય છે. આમ તો સામાન્ય રીતે મરુસ્થળોમાં શિયાળામાં રાતનું તાપમાન અકદમ ગગડી જાય છે.જિયા ટીવી મુજબ સાઉદી અરબના અસીર ક્ષેત્રમાં થયેલી અદભૂત હિમવર્ષા અને રેતી પર છવાયેલી બરફની ચાદર જોવા સ્થાનિક લોકો તો ઠીક વિદેશ પર્યટકો પણ આવી રહ્યા છે.

ઉત્તરીય આફ્રિકાનાઅઇન સેફરામાં 2018માં પણ હિમવર્ષા થઇ હતી.આ વિસ્તારોમાં છેલ્લા 40 વર્ષમાં ચોથી વખત હિમવર્ષા (Saudi snowfall) નોંધાઇ છે.અગાઉ 2017,218 અને તે પહેલાં 1980માં હિમવર્ષા થઇ હતી.અહીં શિયાળામાં સામાન્ય તાપમાન 12 ડિગ્રીની આસપાસ રહે છે. જ્યારે ગરમીમાં 40 ડિગ્રીએ પહોંચી જાય છે

કોરોના વાયરસના કહેર વચ્ચે ગુજરાત સહિતના રાજ્યોમાં દૂધ અને દૂધની કોઈપણ પ્રોડ્કટની તંગી નહિ સર્જાઈ : અમુલની ચોખ્ખી વાત
PM મોદીએ જણાવ્યો TMCનો અર્થ, કહ્યું- ‘ટ્રાન્સફર માય કમિશન’
આ મંદિરમાં શિવલિંગની પૂજા કરવાથી દરેક મનોકામના થાય છે પૂર્ણ… ભગવાન શ્રી કૃષ્ણ સાથે છે ખાસ સંબંધ
લતીફ સાથે પણ સંપર્કમાં આવેલો લેન્ડ માફિયા નજીર વોરા 1994થી કરતો હતો આ કામ, હવે થયો જેલ ભેગો
રૂ.95 લાખની ઉચાપત કરનાર લસકાણાના પેટ્રોલ પંપના જનરલ મેનેજરની ધરપકડ
Share This Article
Facebook Email Print
Previous Article મુકેશ અંબાણીને વધુ એક ઝટકો:રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને પાછળ પાડીને સૌથી વધુ માર્કેટ કેપિટલાઇઝેશનવાળી કંપની બની TCS
Next Article રહસ્ય:સુરતના બમરોલીમાં લુમ્સના કારખાનામાંથી કારીગર શંકાસ્પદ રીતે મોતને ભેટેલી હાલતમાં મળ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up