અમદાવાદ : તા.09 જુન 2022,ગુરૂવાર : અમદાવાદ જિલ્લામાંથી ગુરૂવારે સાણંદમાંથી અને બારેજામાંથી કોરોના પોઝિટિવ બે કેસ મળી આવ્યા હતા.બારેજામાં એક પુરૂષ કોરોના પોઝિટિવ મળ્યો હતો તે ચારધામ યાત્રા કરીને આવ્યા હોવાનું જાણવા મળે છે.જ્યારે સાણંદમાં એક ગૃહિણીને કોરોના થયો હતો.આમ છેલ્લા બે દિવસમાં જ જિલ્લામાંથી કોરોનાના ચાર કેસ મળી આવ્યા હતા.


