કપરાડા તાલુકાની ઘણી બસો બંધ થઇ રહી છે. શાળામાં અને કોલેજમાં જતા આવતા લોકો દુઃખી છે.વર્ષોથી ચાલતી એક માત્ર નિયમિત બસ વલસાડ ડેપોમાંથી 5.15 કલાકે ઉપડી પારડીથી વાઘછીપા વાયા થઈ નાનાપોઢા બાલચોઢીથી સુખાલા સાદદવેરી 7.00 કલાકે નાઈટ પહોંચી જતી હતી.
તેમાં વિધાર્થીઓ સ્કૂલના વિદ્યાર્થીઓ થતા નોકરિયાત વર્ગ તેમજ કામ અર્થે જતા આવતા લોકો મોટા પ્રમાણમાં આ બસનો ઉપયોગ કરે છે પરંતુ વલસાડ ડેપો મેનેજરે બસ બંધ કરી લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે.બસ અંગે પૂછપરછ કરી કે,બસ કેમ બંધ કરવામાં આવી પરંતુ ડેપો મેનેજર તરફથી કોઈ જવાબ મળ્યો નથી. 40 વર્ષ કરતા પણ વધુ સમયથી સુખાલા સાદદવેરી બસ બંધ થતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે.


