સામંથાથી છૂટા પડયા બાદ શોભિતા સાથે નાગા ચૈતન્યનું અફેર

HM News
1 Min Read

મુંબઈ : સાઉથની લોકપ્રિય હિરોઈન સામંથા અને તેલુગુ સ્ટાર નાગા ચૈતન્યએ છૂટાછેડાની જાહેરાત કરી ત્યારે દેશભરના તેમના ચાહકોને ભારે આંચકો લાગ્યો હતો.હવે નાગા ચૈતન્યએ શોભિતા ધુલિપાલા સાથે રિલેશનશિપ શરુ કરી હોવાનું જાણવા મળે છે.

નાગા ચૈતન્ય અને સામંથા બંને છૂટા પડયા બાદ પોતપોતાની રીતે કારકિર્દી અને પર્સનલ લાઈફમાં આગળ વધી ગયાં છે.નાગા ચૈતન્યએ તાજેતરમાં હૈદરાબાદના પોશ વિસ્તારમાં નવો બંગલો બનાવ્યો છે.આ બંગલામાં અભિનેત્રી શોભિતાની અવરજવર વધી જતાં લોકોએ બંને વચ્ચેનાં રિલેશનશિપનો તાળો મેળવ્યો છે.બંને કેટલીય જાહેર ઈવેન્ટસમાં પણ સાથે સાથે દેખાઈ રહ્યાં છે.શોભિતાની નવી ફિલ્મ મેજરનાં પ્રમોશન વખતે તે જે હોટલમાં રોકાઈ હતી ત્યાં જ નાગા ચૈતન્ય પણ અનેકવાર દેખાયો હતો.તાજેતરમાં શોભિતાએ જુજ લોકો સાથે બર્થ ડે પાર્ટી રાખી હતી તેમાં પણ નાગા ચૈતન્યએ હાજરી આપી હતી. ઓટીટી સિરીઝ મેઈડ ઈન હેવનમાં વેડિંગ પ્લાનર કંપની ચલાવતી બિઝનેસપર્સનના રોલમાં શોભિતા બહુ લોકપ્રિય બની હતી.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *