અમદાવાદ : ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ કોરોનાગ્રસ્ત થયા અને તેઓને તાત્કાલીક અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પીટલમાં બેડ પણ મળી ગઇ તેમાં હવે જબરી પસતાળ પડી રહી છે.એક તરફ લોકો નિતીનભાઇ જલ્દી સ્વસ્થ થઇ જાય તેવી શુભકામના આપી રહયા છે તો બીજી તરફ એવુ પણ ટવીટ થય રહયુ છે કે તમારી પાસે તો વધુ સુવિધા છે તો હોમ કવોરન્ટાઇન થઇ જાવ બીજાને એક બેડ મળશે.
તો અન્ય એક ટવીટમાં તેમને રેમડેસિવિર ન મળે તો પાટીલનો સંપર્ક સાધવા પણ સલાહ આપવામાં આવી છે.નિતીનભાઇ હજુ શનિવારે જ અમદાવાદની ધનવંતરી હોસ્પીટલમાં ઉદઘાટન માટે ગયા હતા અને તેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે સતત રહયા હતા.તેથી તેમની ચિંતા પણ વધી ગઇ તેવી સ્વભાવીક છે.નિતીનભાઇ એ પોતાના ટવીટમાં તેમને સામાન્ય લક્ષણ હોવાનું જણાવ્યુ તો તેમાં જવાબ મળી ગયો કે સામાન્ય લક્ષણ હતા તો પણ બેડ મળી ગઇ, તમને 108 પણ મળી ગઇ, મારા એક મિત્ર તો વેન્ટીલેટરની જરૂર હતી પણ 108 વગર સામાન્ય બેડ પણ આપવા કોઇ તૈયાર ન હતુ અને ફકત રર વર્ષે તેનું મૃત્યુ થયુ.અન્ય એક ટવીટમાં જણાવ્યુ કે મંત્રીઓને સરળતાથી બેડ મળે છે તો જન્તાની ચિંતા કોણ કરવાનું છે.તમે સામાન્ય લક્ષણવાળા બધાને હોમ કવોરન્ટાઇન થવાની સલાહ આપો છો અને તમે જ હોસ્પીટલમાં દાખલ થઇ ગયા.
ચર્ચા એ પણ છે કે અમદાવાદની બે હોસ્પીટલો વીવીઆઇપી તથા ધનવાનો માટે લગભગ રિઝર્વ જેવી છે.યુ.એન. મહેતા હોસ્પીટલમાં તમામ રાજકારણી દાખલ થાય છે તેમને ગમે તે સમયે બેડ મળી જાય છે એટલુ જ નહીં તેમના કુટુંબીજનો દુર દુર રહેતા હોય તો તેઓને પણ ત્યાં કોરોના સારવારને બદલે અમદાવાદ બોલાવીને યુ.એન. મહેતામાં દાખલ કરી દેવાય છે.તો બીજી એક ખાનગી હોસ્પીટલ ફકત અમદાવાદના ધનવાનોને જ દાખલ કરે છે અને સામાન્ય વ્યકિત માટે અહીં બારણુ બંધ છે.
યુ.એન. મહેતા હોસ્પીટલમાં વીઆઇપી દાખલ થાય કે તુર્ત જ હોસ્પીટલના ડીન સહિતનો સ્ટાફ હાજર થઇ જાય છે અને રાજકોટ,અમદાવાદ સહિતના શહેરોમાં હોસ્પીટલની નજીક સેંકડો લોકો લાશની જેમ પડયા હોય છે પરંતુ તેમને સારવાર પણ મળતી નથી.


