અમદાવાદ તા.27 : ફેસલેસ ઈ-એસેસમેન્ટ પ્રોસેસ પછી કેન્દ્રએ ટેકસ સતાવાળાઓના કોઈપણ હુકમ અથવા ડિમાન્ડ સામે ફેસલેસ ઈ-અપીલનો કોન્સેપ્ટર અપનાવ્યો છે.આ પાછળ,પ્રક્રિયા વધુ પારદર્શી,જવાબદેહી,બનાવવાનો ભ્રષ્ટ અધિકારીઓ કરદાતાઓને પરેશાન ન કરે તેવો આશય છે.ફેસલેસ સીસ્ટમ દ્વારા ભ્રષ્ટાચાર દૂર કરવાના કેન્દ્રના ઈરાદાથી ગુજરાતમાં ટેકસ-પ્રેકટીસનરો વખાણ કરે છે,પણ તેમના મત મુજબ ઈ-એસેસમેન્ટ સામે અપીલ કરવા માંગતા લોકોને સાંભળવા મુદે આવકવેરા વિભાગને વિવેકાધીન સતાઓ આપી સરકારે વધુ પડતું પગલું ભર્યું છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસીસ (સીબીડીટી) સમક્ષ આ વાત મુકી ગુજરાતના ટેકસ પ્રેકટીશનર્સએ જણાવ્યું હતું કે આવકવેરા અપીલમાં અન્ય પક્ષને સાંભળવો અનિવાર્ય છે. ગત વર્ષે 13 ઓગષ્ટે ઈ-એસેસમેન્ટ સીસ્ટમ અમલમાં આવી એ પછી 25 સપ્ટેમ્બરે ઈ-અપીલ સ્કીમ પણ લાગુ કરાઈ હતી,નવી સીસ્ટમમાં કરદાતાઓ અને સતાવાળાઓ વચ્ચે રૂબરૂ આમને સામને આવ્યા વગર કરદાતાઓની અપીલનો નિકાસ કરાય છે.નેશનલ ફેસલેસ અપીલ્સ સેકટર તમામ અપીલોનું મુખ્ય કેન્દ્ર છે,અને કોઈપણ કરદાતાની અપીલની સુનાવણી દેશભરમાં કોઈપણ સેકટરના કમિશ્ર્નર ઓફ અપીલ્સ (સીઆઈટી) ને મોકલવામાં આવે છે.કમિશ્ર્નરને કોઈપણ આદેશની પુષ્ટિ,ઘટાડવાનો,વધારવાનો અથવા રદ કરવાનો પાવર છે,અને કરદાતાને કમિશ્ર્નને ગળે ઘુંટડો ઉતરાવી ન શકે તો તેને કોઈ રાહત મળી નહી.છેવાડાના સંજોગોમાં કરદાતાને વધારાનો ટેકસ પણ ચૂકવવો પડી શકે છે.
આ કારણે ટેકસ પ્રેકટીશનર્સ માને છે કે રાહત માટે કમિશ્નર સમક્ષ અપીલ લેખીત રજુઆત પર અબાધીત નહીં, પણ રૂબરૂ મુલાકાતમાં થવી જોઈએ, જેથી કરદાતાઓ તેમના કેસની સંકુલતા અસરકારક પણે સમજાવી શકે.ડાયરેકટ ટેકસ કાયદાના સરળીકરણ માટે રચાયેલા સ્ક ફોર્સના સભ્ય મુકેશ પટેલે જણાવ્યું હતું કે ઈ અપીલ કરનારા કરદાતા કમિશ્ર્નર ઓફ અપીલ્સ સાથે સુનાવણી માંગી શકે છે. આઈટી વિભાગ પાસે હીયરીંગ મંજુર-નામંજુર કરવાથી વિવેકાધીન સતા છે.કોઈપણ ન્યાયિક ફોરમમાં અપીલ કરનારને સાંભળવો જરૂરી છે,અને કોઈને પણ એથી કોઈને વંચિત રાખી ન શકાય. આ મામલે દિલ્હી હાઈકોર્ટમાં રિટ થઈ છે,અને સરકારને ખુલલાસો કરવા નોટીસ અપાઈ છે.પટેલે જણાવ્યું હતું કે તેમણે આ મામલે સીબીડીયીને રજુઆત કરી છે.


