[weather_data]
Breaking News
TRENDING NEWS

સાયબર એટેક બાદ ડૉ.રેડ્ડીઝ લેબોરેટરીએ પોતાનાં તમામ પ્લાન્ટ બંધ કર્યા

[updated_date] [post_views]

Table of Content

અમદાવાદ : કોરોના વાયરસની વેક્સીન બનાવવા તરફ આગળ વધી રહેલ ડૉ.રેડ્ડી લેબોરેટરીના સર્વર પર સાયબર એટેક થયો છે.આ બાદ કંપનીએ પોતાના તમામ પ્રોડક્શન પ્લાન્ટ બંધ કરી દીધા છે.કંપનીને DGCI દ્વારા બીજા અને ત્રીજા તબક્કાના પરીક્ષણ માટે મંજૂરી મળ્યા બાદ આ ડેટા તફડંચીની ઘટના સામે આવી છે.

રિપોર્ટ અનુસાર યુએસ સમય અનુસાર સાંજે 4થી 5 વાગ્યાની વચ્ચે ભારત,બ્રાઝીલ,રશિયા,યુકે અને અમેરિકાના યુનિટો પર સાયબર એટેક બાદ બંધ કરવામાં આવ્યા હતા.ડૉ.રેડ્ડી લેબોરેટરીએ રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (આરડીઆઇએફ) સાથે મળીને સ્પુટનિક વીની રસીના ક્લિનિકલ પરીક્ષણો તેમજ તેના વિતરણ માટે સહયોગ કર્યો છે.

કંપનીએ સાયબર એટેક બાદ પ્રોડક્શન યુનિટ્સ બંધ કરવાની જાહેરાત કરતા જ ડૉ રેડ્ડીઝના શેરમાં 4 ટકાનું ગાબડું પડ્યું હતું.અત્રે નોંધનીય છે કે કોરોના વાયરસની રસીની માહિતી તેમજ ફોર્મ્યુલા ચોરવા માટે વિવિધ દેશો તરફથી હેકર્સ કામે લગાય છે.આ અગાઉ સપ્ટેમ્બરમાં ચીની હેકર્સે કોરોના વાયરસની વેક્સીન પર કામ કરી રહેલ સ્પેનિશ લેબમાંથી માહિતી ચોરી કરી હતી.વેક્સીન વિકસિત કરવાના પ્રયાસોમાં સામેલ દેશોમાં આ રીતના સાયબર હુમલા વધી ગયા છે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles