– Otp આપ્યા વિના જ યુવકના ક્રેડિટ કાર્ડમાંથી રૂપિયા ઉપડી ગયા છે.કૃષ્ણનગરમાં રહેતા યુવકના ક્રેડિટ કાર્ડ માંથી ૧.૯૫ લાખ રૂપિયા ઉપડી ગયા છે.યુવકે તુરત જ પોલીસ ને જાણ કરતા ૮૫ હજાર બચી ગયા.
અમદાવાદ : સાયબર ફ્રોડનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. Otp આપ્યા વિના જ યુવકના ક્રેડિટ કાર્ડમાંથી રૂપિયા ઉપડી ગયા છે.કૃષ્ણનગરમાં રહેતા યુવકના ક્રેડિટ કાર્ડ માંથી ૧.૯૫ લાખ રૂપિયા ઉપડી ગયા છે.યુવકે તુરત જ પોલીસ ને જાણ કરતા ૮૫ હજાર બચી ગયા.સાયબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરી છે.યૂનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)નો દાવો છે કે,તેનો ડેટા બેઝ બિલકુલ સુરક્ષિત છે.પરંતુ તેમ છતાં પણ આપને કેટલીક બાબતો માટે સાવધાની રાખવી જરૂરી છે નહિતો આધારના નંબરથી પણ આપની સાથે ફ્રોડ થઇ શકે છે.
આજે દેશના મોટાભાગના લોકો પાસે તેમનું આધાર કાર્ડ અને આધાર નંબર છે.આધાર કાર્ડ માત્ર ઓળખ કાર્ડ નથી. આ બેન્કિંગ સંબંધિત કામ સહિતના અનેક કામકાજ માટે જરૂરી દસ્તાવેજ છે કારણ કે તેમાં તમારી તમામ જરૂરી માહિતી છે.આ એક યુનિક ડોક્યુમેન્ટસ છે કારણ કે તેમાં આપને જરૂરી જાણકારી મળે છે.જેમાં ડેમોગ્રાફિક અને બાયોમેટ્રિક ડિટેલ્સ સામેલ છે.જો કે યુનિક આઇડેન્ટીફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા(UIDAI)નો દાવો છે કે,તેનો ડેટાબેઝ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.જો કે તેમ છતાં પણ આપને કેટલીક સાવધાનીનું પાલન કરવું જરૂરી છે.


