સાયલા,તા.૨૩
અનૈતિક અને લગ્નેત્તર સંબંધોનો એક ચોંકાવનારો કિસ્સો સાયલાના વખતપુર ગામેથી સાવે આવ્યો છે. વખતપુરમાં છેલ્લા ઘણા સમયથી પ્રેમ સંબંધમાં રહેતાં સાળી અને બનેવીએ મંદિરની ઓરડીમાં જંતુનાશક દવા પી આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. બનેવીની પત્ની હાલ ગર્ભવતી છે અને તેને બે બાળકો પણ છે. તો સાળીના ૩ દિવસ પહેલાં જ લગ્ન થયા હતા અને ચોથા દિવસે તો તેણે પ્રેમમાં જીવન ટૂંકાવી દીધું હતું.
ઘટનાની વિગતમાં વાત કરીએ તો, સાયલાના વખતપર ગામની ધાર પર આવેલ હડકાઈ માતાજીના મંદિરની અવાવરું ઓરડીમાંથી યુવક અને યુવતીની લાશ મળી આવી હતી. સ્થાનિકોએ આ મામલે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. મંદિરની પાસે રહેલાં બાઈકના આધારે પોલીસે મૃતક યુવાનની ઓળખ કરી લીધી હતી. જે બાદ સામે આવ્યું કે, મૃતક યુવાન અને યુવતી સાળા-બનેવી હતા. અને બંને એકબીજાને અતૂટ પ્રેમ કરતાં હતા.
મૃતક યુવતીનાં ૩ દિવસ પહેલાં જ લગ્ન થયા હતા. અને ચોથા દિવસે આવીને તેણે આપઘાત કરી લીધો હતો. મૃતક યુવાન વિક્રમ સાપરા કે જેમની ઉંમર ૪૦ વર્ષ હતી તેમને સંતાનમાં ૨ પુત્રીઓ છે અને હાલ તેમના પત્ની ગર્ભવતી છે. બનેવી અને સાળી વચ્ચેના અનૈતિક સંબંધના કરૂણ અંતને કારણે આજે ૩ પરિવારોનો માળો વિખેરાયો છે.
સાળી-બનેવીએ જંતુનાશક દવા પી આપઘાત કરી લેતાં ચકચાર
Leave a Comment