મુંબઇ,તા.૨૬
મહારાષ્ટ્રમાં વિપક્ષી પાર્ટી ભાજપે મહારાષ્ટ્રની સત્તાધારી પાર્ટીના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પાસે સાવરકરને સન્માન આપવાનો પ્રસ્તાવ વિધાનસભામાં પાસ કરવાની માગ કરી હતી, જો કે, વિધાનસભાના અધ્યક્ષ નાના પટોલેએ આ પ્રસ્તાવને રદ કર્યો છે. જે બાદ ભડકેલી ભાજપે શિવસેના પર આકરા પ્રહારો કર્યા હતા.
સાવરકરની પુણ્યતિથિના અવસરે ભાજપના કાર્યકર્તાઓ ‘હું પણ સાવરકર’ લખેલી ટોપી પહેરી વિધાનસભામાં પહોંચ્યા હતા. વિધાનસભા અધ્યક્ષ નાના પટોલેએ જેવો પ્રશ્નકાળ શરૂ કરવાની વાત કહી કે, તુરંત જ ભાજપના ધારાસભ્ય સુધીર મુગંટીવારે કહ્યું કે, સ્વતંત્રવીર સાવરકરની પુણ્યતિથિ પર તેમને યાદ કરવા સદનની કાર્યવાહી શરૂ કરવા બરોબર જરૂરી છે.
મુગંટીવારે કહ્યું કે, આ બાળાસાહેબ ઠાકરેની ઈચ્છા હતી કે, આ માગમાં કોઈ રાજનીતિ ન થાય. આવો પ્રસ્તાવ લાવવા માટે સરકાર અમને મજબૂર ન કરે. બીજી બાજુ ભાજપના ધારાસભ્યોને નજરઅંદાજ કરી પટોલેએ પ્રશ્નકાળ ચાલુ રાખ્યો હતો.
ભાજપની આ માગને શિવસેનાને ઘેરાવ કરવાના પ્રયાસના ભાગરૂપે જોવામાં આવે છે, જેણે વિચારધારાની બાબતમાં એકદમ અલગ એવા કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને રાજ્યમાં સરકાર બનાવી છે.
સાવરકરને સન્માન આપવામાં ભાજપ-શિવસેના બાખડી, વિધાનસભામાં પ્રસ્તાવ રદ
Leave a Comment