હમણાં સોમવારના રોજ સિંધુભવન રોડ પર નવા બનેલા પોલીસ મથકના ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહરાજ્ય મંત્રી આવ્યા હતા,ત્યારે પોલીસ બેડાના કેટલાક પોલીસ ઇન્સ્પેકટર ત્યા આસપાસ આંટાફેરા કરતાં દેખાયા હતા.
આ સમારોહમાં વીવીઆઈપી લોકો પણ હાજર રહ્યા હતા ત્યારે કેટલાક નજીકના પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર અને અધિકારીઓ આ વીવીઆઈપી લોકોને મળવા માટે આંટાફેરા કરતાં નજરે પડ્યા હતા.એક નેતાના પૂર્વ પ્રિય જેમને વિવાદને કારણે સાઇડમાં ધકેલી દેવામાં આવ્યા હતા તે પણ ત્યાં હાજર હતા.નવા બનેલા પોલીસ મથક બોડકદેવ આસપાસના નજીકના પોલીસ મથકના કેટલાક પોલીસ ઇન્સ્પેકટર આ નેતાજીને મળવા તલપાપડ થઈ રહ્યા હતા.તેમના મનમાં હજુ પણ એવું હશે કે પોલીસ ડીપાર્ટમેન્ટમાં પહેલાંની જેમ હજુ પણ બધુ ચાલતું હશે પણ હવે કોઈનું કઈ ચાલતું નથી.છતાં આ ઈન્સ્પેકટરો છેલ્લે મંત્રીજીના પીએની પણ આસપાસ ફરતા દેખાય હતા અને એમને મળવા પણ ધમપછાડા કરતાં દેખાયા હતા.