સુરત : સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરની ટ્રાફિક સમસ્યા હલ કરવા અને પ્રદુષણમાં ઘટાડો કરવાથી લઇને મધ્યમ અને નોકરિયાત વર્ગની આર્થિક બચત થાય તે માટે રૃા.25 ની બસ ટિકિટ લઇ આખો દિવસ બીઆરટીએસ કે સીટી બસમાં અનલિમિટેડ મુસાફરી કરો તેવુ આયોજન ભવિષ્યમાં થનાર છે.હાલ અલગ અલગ 58 રૃટો પર દરરોજના 2.30 લાખ લોકો બસ સેવાનો લાભ ઉઠાવી રહ્યા છે.
કોરોનાકાળમાં બસ સેવામાં મુસાફરોનો પ્રવાહ ઘટી ગયા બાદ ફરીથી શહેરીજનો બસ સેવાનો ભરપૂર લાભ ઉઠાવી રહ્યા છે.આખા દેશમાં ફકત સુરત શહેર જ એક એવુ શહેર છે કે જયાં એક ટિકિટ લઇ બીઆરટીએસ કે સીટીબસમાં મુસાફરી કરી શકાય છે.હાલમાં બીઆરટીએસના 13 અને સીટી બસના 45 મળીને કુલ 58 રૃટો પર દોડતી બસોમાં દરરોજના 2.30 લાખ શહેરીજનો મુસાફરી કરી રહ્યા છે.દરમ્યાન આજે મળેલી સુરત સીટીલીંકની બોર્ડ મીટીંગમાં જાહેર પરિવહન સેવામાં ડીજીટલ કેસલેસ ટ્રાન્જેકશનને પ્રાધાન્ય મળે તથા નાગરિકો દ્વારા તેનો લાભ ઉઠાવે તે માટે મનીકાર્ડમાં ટેપ ઇન અને ટેપ આઉટ તથા સીટીલીંક મોબાઇલ એપ મારફત ટીકીટ બુકિંગ કરનારને મુસાફરીમાં 100 ટકા રાહત એક મહિના માટે આપવાનો નિર્ણય થયો હતો.વધુમાં મધ્યમ વર્ગ,નોકરિયાત વર્ગ કે જે પછી દરરોજ અવરજવર કરનારાઓની આર્થિક બચત થાય અને શહેરમાં પ્રદુષણ પણ ઘટે અને ટ્રાફિક સમસ્યા પણ હળવી થાય તે માટે સીટી બસ કે બીઆરટીએસ બસ માટે રૃા.25 ની ટિકિટ લઇ આખા દિવસ દરમ્યાન અનલિમિટેડ મુસાફરીની સુવિધા નજીકના ભવિષ્યમાં શરૃ કરવામાં આવનાર છે.બસના મુસાફરો દ્વારા દૈનિક 12,000 મનીકાર્ડનો વપરાશ થઇ રહ્યો છે
બસ ભાડામાં જુદી જુદી કેેટેગરીમાં રાહત આપવામાં આવે છે.સરલ પાસ યોજના હેઠળ અનલીમીટેડ ટ્રાવેલ પ્રીપેઇડ કાર્ડ આપવામાં આવે છે.જેમાં વિદ્યાર્થીઓ માટે વાર્ષિક ફી રૃા.1,000 છ માસિક રૃ.500 ત્રીમાસિક રૃા.300 છે.મહિલાઓ માટે વાર્ષિક ૫ હજાર,છમાસિક રૃા.2600,ત્રીમાસિક 1350 અને મહિને રૃા.500 નક્કી કરાયા છે.સીનીયર સીટીઝન માટે વર્ષના 1000,છ મહિનાના 500,ત્રીમાસિક 300 ફિકસ કરાયા છે.