– સિદ્ધુ મુસેવાલા હત્યા કેસના મુખ્ય કાવતરા ઘડનારાઓમાં લોરેન્સ બિશ્નોઈ અને જગ્ગુ ભગવાનપુરિયા દિલ્હીની તિહાર જેલમાં બંધ હતા
નવી દિલ્હી, તા. 05 સપ્ટેમ્બર 2022, સોમવાર : પંજાબી ગાયક શુભદીપ સિંહ સિદ્ધુ ઉર્ફે સિદ્ધુ મુસેવાલાની હત્યાને 100 દિવસથી વધુ સમય થઈ ગયો છે પરંતુ હજુ સુધી પંજાબ પોલીસ અસલી હત્યારા સુધી પહોંચી શકી નથી.અહીં આ મામલે મોટો ખુલાસો થયો છે.માનસા કોર્ટમાં દાખલ કરાયેલી ચાર્જશીટ મુજબ સિદ્ધુ મુસેવાલાની હત્યાનું કાવતરૂં દિલ્હીથી પંજાબ સુધીની 4 જેલોમાં ઘડવામાં આવ્યું હતું.આ ષડયંત્રને આટલા મોટા પાયા પર અંજામ આપવામાં આવ્યો હતો.જેના કારણે આ મામલામાં અનેક રહસ્યો ઘેરાયા છે.
ચાર્જશીટમાં લખવામાં આવ્યું છે કે, જ્યારે 29 મેના રોજ માનસા પાસે જવાહર ગામમાં મૂસેવાલાની હત્યા કરવામાં આવી ત્યારે તેના 5 કાવતરા ઘડનારાઓ પંજાબ અને દિલ્હીની અલગ-અલગ જેલમાં બંધ હતા.અન્ય ચાર્જશીટ મુજબ, સિદ્ધુ મુસેવાલા હત્યા કેસના મુખ્ય કાવતરા ઘડનારાઓમાં લોરેન્સ બિશ્નોઈ અને જગ્ગુ ભગવાનપુરિયા દિલ્હીની તિહાર જેલમાં બંધ હતા.જ્યારે મનપ્રીત મન્ના ફિરોઝપુર જેલમાં, સરજ સંધુ ભઠિડા જેલમાં અને મનમોહન સિંહ મનસા જેલમાં કેદ હતા.
આ તમામ આરોપીઓને ટ્રાન્ઝિટ અને પ્રોડક્શન વોરંટ પર લાવવામાં આવ્યા છે.સૂત્રોના જણાવ્યા અનુસાર આ આરોપીઓ જેલની અંદર વોટ્સએપ અથવા સોશિયલ મીડિયા એપ્સ દ્વારા એકબીજાના સંપર્કમાં હતા.ચાર્જશીટ મુજબ મનપ્રીત મન્ના તલવંડી સાવોનો રહેવાસી છે.તેની સૌથી પહેલા 31 મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી.તે ફિરોઝપુર જેલમાં બંધ હતો.અન્ય આરોપી મનપ્રીત ભાવ માટે કારની વ્યવસ્થા કરવાની જવાબદારી તેના પર હતી.બાદમાં તે જ કારનો ઉપયોગ શૂટર્સ જગરૂપા રૂપા અને મનપ્રીત મન્નુએ કર્યો હતો.બીજી તરફ ભઠિડા જેલમાં સરજ સંધૂ બંધ હતો અને તેની 31 મેના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી.મનપ્રીત મન્ના અને સરાજ સંધુ 22 ડિસેમ્બર 2021 થી 23 એપ્રિલ 2022 સુધી ફિરોઝપુર જેલમાં બંધ હતા. ભઠિડા જેલમાં તે લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રારડના સંપર્કમાં હતો.