નવી મુંબઇ, તા. 2 સપ્ટેમ્બર 2022,શુક્રવાર : સિદ્ધુ મૂસેવાલા બાદ હવે વધુ એક પંજાબી ગાયકનું નિધન થયું છે. ‘માય ટર્ન’ આલ્બમનું સોન્ગ ‘તેરે બિન’ના સિંગર નિર્વૈર સિંહનું ઓસ્ટ્રેલિયામાં એક કાર અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે.પંજાબના લોકપ્રિય ગાયક નિર્વૈર સિંહ કુરાલીનો રહેવાસી હતા.આ સિંગરના લગ્ન પણ ઓસ્ટ્રેલિયા શિફ્ટ થયા પછી જ થયા હતા.
ઓસ્ટ્રેલિયાના મીડિયા રિપોર્ટ અનુસાર,પંજાબી ગાયક નિરવૈર સિંહનું મેલબર્ગ નજીક એક ભયાનક માર્ગ અકસ્માતમાં મોત થયું છે.આ અકસ્માત 30 ઓગસ્ટના રોજ થયો હતો.એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નિર્વૈર એક સેડાન કારમાં ક્યાંક જઈ રહ્યા હતા, ત્યારે મેલબોર્ન પાસે તેમની કારને અચાનક અકસ્માત નડ્યો. આ ઘટના ડિગર્સ રેસ્ટમાં બુલ્લા-ડિગર્સ રેસ્ટ રોડ પર બની હતી.આ સમગ્ર મામલામાં 23 વર્ષના યુવકની ધરપકડ કરીને તેને આરોપી બનાવવામાં આવ્યો છે. અકસ્માત બાદ નિર્વૈર જે કારમાં મુસાફરી કરી રહ્યા હતા તે કારે એક જીપ સાથે પણ અથડાઈ હતી.
કઇ રીતે અકસ્માત નડ્યો?
પોલીસના જણાવ્યા અનુસાર, ખોટી રીતે ડ્રાઇવિંગ અને ત્રણ વાહનો એકબીજા સાથે અથડાવાને કારણે આ અકસ્માત થયો હતો.પ્રખ્યાત પંજાબી સિંગર નિરવૈર સિંહ ઘણા વર્ષો પહેલા પોતાની કારકિર્દી બનાવવા ઓસ્ટ્રેલિયા શિફ્ટ થયા હતા.

