– ટીનુ 2017થી જેલમાં બંધ હતો અને લોરેન્સ બિશ્નોઈ ગેંગનો હિસ્સો રહ્યો છે
ચંદીગઢ, તા. 02 ઓક્ટોબર 2022, રવિવાર : ગેંગસ્ટર દિપક કુમાર ઉર્ફે ટીનુ શનિવારે રાત્રે ચોથી વખત પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ ગયો છે.ટીનુ લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સાગરિત હતો અને પોલીસ તેને સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસમાં પૂછપરછ માટે રિમાન્ડ પર લઈ રહી હતી. ગેંગસ્ટર દીપક હાલમાં કપૂરથલા જેલમાં બંધ હતો.હાલ તેની શોધખોળ પુરજોશમાં ચાલી રહી છે.
દીપક સિદ્ધુ મૂસેવાલા હત્યાના માસ્ટરમાઈન્ડ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો નજીકનો સાથી છે.દીપકનું નામ તે ચાર્જશીટમાં હતું જેમાં હત્યામાં સામેલ 15 લોકો શૂટર,માસ્ટરમાઈન્ડ અને અન્ય રૂપમાં સામેલ હતા.પંજાબ પોલીસના જણાવ્યા પ્રમાણે માનસાના CIA ઈન્ચાર્જ પોતાની પ્રાઈવેટ ગાડીમાં ગેંગસ્ટર દીપકને લઈને માનસા જઈ રહ્યા હતા તે સમયે તે તક જોઈને ફરાર થઈ ગયો હતો.આ ઘટના શનિવારે રાત્રે લગભગ 11:00 વાગ્યાની છે.ટીનુ 2017થી જેલમાં બંધ હતો અને લોરેન્સ બિશ્નોઈ ગેંગનો હિસ્સો રહ્યો છે.પોલીસે જણાવ્યું કે, સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસમાં દીપક ઉર્ફે ટીનુની મહત્વપૂર્ણ પૂછપરછ થવાની હતી. તેની પાસેથી ઘટના સંબંધિત માહિતી લેવાની હતી.આ દરમિયાન તે તક મળતાં ફરાર થઈ ગયો છે.આ સમયે આરોપી પ્રોડક્શન વોરંટ પર હતો.
પોલીસે જણાવ્યું કે, ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો સહયોગી દીપક ટીનુ માણસાના સીઆઈએ સ્ટાફની કસ્ટડીમાંથી ફરાર થઈ ગયો છે.માનસા પોલીસ તેને કપૂરથલા જેલમાંથી રિમાન્ડ પર લાવી હતી.મુસેવાલા હત્યા કેસના પ્લાનિંગમાં છેલ્લો કોન્ફરન્સ કોલ 27 મેના રોજ લોરેન્સ અને ટીનુ વચ્ચે થયો હતો અને 29 મેના રોજ સિદ્ધુ મૂસેવાલાની હત્યા કરવામાં આવી હતી.