By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સિનિયર એડવોકેટ આઈ.એચ. સૈયદ સામેની ફરિયાદ રદ કરવા હાઇકોર્ટનો ઇનકાર
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > સિનિયર એડવોકેટ આઈ.એચ. સૈયદ સામેની ફરિયાદ રદ કરવા હાઇકોર્ટનો ઇનકાર
AhmedabadGeneral

સિનિયર એડવોકેટ આઈ.એચ. સૈયદ સામેની ફરિયાદ રદ કરવા હાઇકોર્ટનો ઇનકાર

HM News
Last updated: 03/06/2022 5:38 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ : થલતેજના વેપારીને ધમકાવવાના કેસમાં હાઇકોર્ટના સિનિયર એડવોકેટ આઇ.એચ.સૈયદને સેશન્સ કોર્ટ બાદ હવે હાઇકોર્ટે પણ ઝટકો આપતા તેમના વિરૂદ્ધની ફરિયાદ રદ કરવાનો હાઇકોર્ટના જસ્ટિસ સમીર જે.દવેએ ઇનકાર કર્યો છે.જસ્ટિસ દવેએ ચુકાદામાં નોંધ્યું છે કે,‘પ્રસ્તુત કેસમાં CRPCની કલમ 482 અન્વયે ફરિયાદને રદ કરવાનો કોઇ પણ કેસ બનતો નથી.કોઇ પણ કેસમાં જ્યાં સુધી ફરિયાદમાં કરેલા આક્ષેપોની પોલીસ કે તપાસ એજન્સી દ્વારા તપાસ ન કરવામાં આવે ત્યાં સુધી કલમ 482 અન્વયે FIR રદ કરી શકાય નહીં.આ તબક્કે નોંધવું રહ્યું કે,અરજદાર સહિતના આરોપીઓ તપાસમાં સહકાર પણ આપી રહ્યા નથી.તે ઉપરાંત સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે,જો FIR વાચવાથી જ કોઇ કેસ બનતો ન જણાય તો તે સિવાયના કેસોમાં CRPCની કલમ 482 હેઠળની સત્તાનો ઉપયોગ કરી હાઇકોર્ટ ફરિયાદ રદ કરી શકે નહીં.ઉક્ત કારણોસર ક્વોશિંગ પિટિશન રદ કરવામાં આવે છે.’

જસ્ટિસ સમીર જે.દવેએ ચુકાદામાં એમ પણ નોંધ્યું છે કે,‘જો તપાસના અંતે એવું જણાય કે અરજદારે કોઇ ગુનો કર્યો છે તો તેમની વિરૂદ્ધ ચાર્જશીટ કરવામાં આવે અને અરજદાર પણ કાયદા મુજબની કાર્યવાહી કરી શકે છે.બીજી તરફ જો અરજદારે કોઇ ગુનો કર્યાનું તપાસના અંતે સામે ન આવે તો તપાસ અધિકારીએ ક્લોઝર રિપોર્ટ ફાઇલ કરવામાં રહેશે અને તે રિપોર્ટને સંબંધિત કોર્ટે કાયદા મુજબ ધ્યાને લેવાનો રહેશે,પરંતુ હાલના તબક્કે ફરિયાદ રદ કરી શકાય તેમ નથી.’હાઇકોર્ટે ચુકાદામાં નોંધ્યું છે કે,‘સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદા આ બાબતને સ્પષ્ટ કરે છે અને એના આધારે હાઇકોર્ટનું મંતવ્ય છે કે ચાર્જશીટ ફાઇલ થયા પહેલા મેજિસ્ટ્રેટ કે ક્રિમીનલ કોર્ટ સમક્ષ કોઇ પણ પ્રકારનું મટિરિયલ હોતું નથી અને તેથી CRPCની કલમ 482 હેઠળની ક્વોશિંગ પિટિશન એન્ટરટેઇન કરી શકાય નહીં.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગુજરાતને નોલેજ એન્ડ આઉટ સોર્સિંગનું હબ બનાવવા MoU
Next Article મેટ્રો સ્ટેશનો આસપાસ પાર્કિંગ માટે પ્લોટ શોધવા સ્ટે.ચેરમેનની સૂચના
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up