By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સિમરનજીત માને ખાલિસ્તાનને જાહેર કર્યું સમર્થન,કહ્યું કે 15 ઓગસ્ટે ત્રિરંગાને બદલે નિશાન સાહિબ ફરકાવો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > સિમરનજીત માને ખાલિસ્તાનને જાહેર કર્યું સમર્થન,કહ્યું કે 15 ઓગસ્ટે ત્રિરંગાને બદલે નિશાન સાહિબ ફરકાવો
GeneralNational

સિમરનજીત માને ખાલિસ્તાનને જાહેર કર્યું સમર્થન,કહ્યું કે 15 ઓગસ્ટે ત્રિરંગાને બદલે નિશાન સાહિબ ફરકાવો

HM News
Last updated: 11/08/2022 9:28 AM
HM News
3 years ago
Share
SHARE

સિમરનજીત માનનું ખાલિસ્તાનને સમર્થન આપતું નિવેદન સામે આવ્યું છે.અટારી બોર્ડર પર ખાલિસ્તાની ધ્વજ લહેરાવવાની અપીલ કરતી બુરખો પહેરેલી મહિલાનો વીડિયો વાયરલ થયા બાદ શિરોમણી અકાલી દળના સાંસદે હવે સિમરનજીત માનનું ખાલિસ્તાનને સમર્થન આપતા વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.પંજાબના સંગરુરથી અકાલી સાંસદ સિમરનજીત સિંહ માને લોકોને સ્વતંત્રતા દિવસ પર તિરંગાની જગ્યાએ શીખ ધ્વજ નિશાન સાહિબ ફરકાવવાની અપીલ કરી છે.

માનના આ નિવેદન બાદ હોબાળો મચી ગયો છે.તિરંગાનો બહિષ્કાર કરવાનું કહેતાં માનએ કહ્યું, હું તમને 14-15 ઓગસ્ટના રોજ ઘરો અને ઓફિસોમાં નિશાન સાહિબ ફરકાવવા વિનંતી કરું છું.દીપ સિદ્ધુ,જેઓ હવે આપણી વચ્ચે હયાત નથી,તેમણે કહ્યું હતું કે શીખ સ્વતંત્ર અને એક અલગ સમુદાય છે.ભારતીય સુરક્ષા દળોને દુશ્મન ગણાવતા તેમણે કહ્યું, જરનૈલ સિંહ ભિંડરાવાલે (માર્યા ગયેલ ખાલિસ્તાની આતંકવાદી) દુશ્મન દળો સામે લડતા લડતા શહીદ થયા હતા.તેમણે કેન્દ્ર સરકારના હર ઘર તિરંગા અભિયાનની પણ ટીકા કરી હતી.

જો કે, શિરોમણી અકાલી દળના નેતાઓએ હર ઘર તિરંગા અભિયાન પર સિમરનજીત સિંહ માનના વલણની ટીકા કરી છે.અકાલી નેતા ડૉ.દલજીત ચીમાએ કહ્યું કે ભારતીય ધ્વજ બધાનો છે અને પંજાબના લોકોને તેના પર ગર્વ છે.ડૉ. ચીમાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, તિરંગો બધાનો છે અને પંજાબના લોકોને તિરંગા પર ગર્વ છે, કારણ કે દેશ માટે સૌથી વધુ બલિદાન પંજાબના લોકોએ આપ્યા છે.મોટાભાગના બલિદાન શીખ પરિવારોના હતા.સાથે જ બીજેપી અને આમ આદમી પાર્ટીએ સિમરનજીત સિંહના આ નિવેદનની નિંદા કરી છે.

पंजाब के संगरूर से शिरोमणी अकाली दल के सांसद सिमरनजीत सिंह मान ने पंजाब के लोगों से तिरंगा की जगह अपने घरों पर सिख झंडा 'निशान साहिब' फहराने की अपील की है। उन्होंने भिंडरावाले को शहीद भी बताया।#Punjab #Khalistan https://t.co/aQfr66VIO1

— नीति मीमांसा (@NitiMeemansa) August 10, 2022

ઉલ્લેખનીય છે કે પ્રતિબંધિત શીખ ફોર જસ્ટિસ (SFJ)ના આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ એક વીડિયો સંદેશમાં પંજાબના લોકોને સ્વતંત્રતા દિવસ પર ત્રિરંગો સળગાવવા અને ખાલિસ્તાની ઝંડો ફરકાવવાની અપીલ કરી હતી.તે જ સમયે સોશિયલ મીડિયા પર એક શંકાસ્પદ વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બુરખો પહેરેલી એક મહિલા કહી રહી છે કે પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસને કાશ્મીરી અલગતાવાદીઓનું સંપૂર્ણ સમર્થન છે.

વીડિયોમાં એક બુરખાધારી મહિલા કહેતી જોવા મળી રહી છે કે ગુરુઓની પવિત્ર ભૂમિ પર ખૂની ત્રિરંગો ફરકાવવાની મંજૂરી આપી શકાય નહીં.તેણે ઉમેર્યું હતું કે, અટારી અમૃતસર ગુરુઓની ભૂમિ છે,પરંતુ ભારતનો ખૂની ત્રિરંગો ધ્વજ ત્યાં લહેરાતો રહે છે.શીખ ભૂમિ પર ભારતના કબજાનું આ 75મું વર્ષ છે.અટારી બોર્ડર પર તિરંગાને બદલે ખાલિસ્તાનનો ધ્વજ ફરકાવવાનો અમારો ઉદ્દેશ્ય છે.આ એક નિર્ણાયક સમય છે.અમે કાશ્મીરી મુજાહિદ્દીન ખાલિસ્તાનની લડાઈમાં દરેક પગલા પર અમારા શીખ ભાઈ-બહેનોની સાથે છીએ. અલ્લાહ હુ અકબર.

વલસાડ જિલ્લામાં કોરોનાની આગેકૂચ વધુ 17 પોઝિટિવ, કુલ આંકડો 376
મોદી અટક વિવાદમાં બે વર્ષની સજા મુદ્દે રાહુલનું નિવેદન, ‘સત્ય મારા ભગવાન છે’
Ind vs Aus:ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં, બ્રિસબેન ટેસ્ટ પહેલા 4 ઝડપી બોલર્સ બહાર
સુરતમાં ગંજીપાના જુગાર રમતાં 37 ઝડપાયાં, પોલીસે 3 જગ્યાએ રેડ કરીને 67 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો
ઓકિનાવા અને હીરો ઈલેકટ્રીક પાસેથી કેન્દ્ર સરકાર રૂ. 250 કરોડ વસૂલશે, જાણો કેમ?
Share This Article
Facebook Email Print
Previous Article ઉજ્જૈનના સુપ્રસિધ્ધ મહાકાલેશ્વર મંદિરમાં ભાજપ યુવા મોરચાના કાર્યકરોનો હંગામો, સિક્યુરીટી સાથે કરી મારામારી
Next Article ઉત્તરપ્રદેશમાં 55 વર્ષીય મૌલવી શમસુલ હકે મદરેસામાં 8 વર્ષની બાળકીનો કર્યો બળાત્કાર, લોહીથી લથપથ છોડીને ફરાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up