અમદાવાદ : અમદાવાદ શહેરમાં સ્થિત મેરેંગો સિમ્સ હોસ્પિટલે વિશ્વના સૌથી વૃદ્ધ દર્દી પર એન્જિયોપ્લાસ્ટી અને ડ્રગ ઈલ્યુટિંગ સ્ટેન્ટ દ્વારા સારવાર કરી ઇતિહાસ સર્જ્યો છે.મધ્ય પ્રદેશમાં હૃદયરોગનો હુમલો આવ્યા બાદ 107 વર્ષના વૃદ્ધાને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.જ્યાં તેમની એન્જિયોગ્રાફીમાં હૃદયની ધમનીઓમાં ગંભીર 99% બ્લોકેજ જોવા મળ્યું હતું.પ્રોસિજર પૂરી થયાના ત્રણ જ કલાકની અંદર વૃદ્ધા ચમત્કારિક રીતે હરતા ફરતા થઈ ગયા હતા.નોંધનીય છે કે,દર્દી 107 વર્ષના વૃદ્ધાના પુત્રની પણ સારવાર પણ ડો.કેયૂર પરીખ દ્વારા સારવાર કરવામાં આવી હતી. નોંધનીય છે કે,સિમ્સ હોસ્પિટલમાં એક દિવસના બાળકોને નિયમિત કાર્ડિયાક ઇન્ટરવેન્શનથી લઈને એક કિલોના વજન ધરાવતા બાળકો તથા 80-90 વર્ષની ઉંમરના અને હવે તો 100 વર્ષથી વધુ વયના દર્દીઓની કાર્ડિયાક સર્જરી હાથ ધરે છે.આ ઉપરાંત ગુજરાતમાં આ એકમાત્ર સેન્ટર છે જ્યાં છેલ્લા કેટલાક વર્ષોથી લગભગ તમામ વયજૂથના દર્દીઓમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થાય છે.
આઈસક્રીમ ખાવાના શોખીન 107 વર્ષના વૃદ્ધાને મધ્ય પ્રદેશમાં હાર્ટ એટેક આવ્યો હતો.ત્યાંથી તેમને જુદી જુદી ત્રણ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.પરંતુ ત્યાના તબીબોએ હાથ અદ્ધર કરી લીધા હતા. બીજી તરફ વૃદ્ધાના 75 વર્ષિય પુત્રની ડો.કેયૂર પરીખે જ ત્રણ વર્ષ પહેલાં સારવાર કરી હતી.તેથી પુત્રનો આગ્રહ હતો કે,અમદાવાદ જ સિમ્સ હોસ્પિટલમાં જ સારવાર કરવામાં આવે.ત્યારબાદ 8 કલાકની મુસાફરી બાદ વૃદ્ધાને સિમ્સ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.ત્યારબાદ તેમના પર સફળ એન્જિયોગ્રાફી કરી સ્ટેન્ટ મૂકવામાં આવ્યું હતું.ત્યારબાદ વૃદ્ધા ચાલતા પણ થઇ ગયા હતા.
સિમ્સ હોસ્પિટલના ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ અને ચેરમેન ડૉ. કેયૂર પરીખે જણાવ્યું હતું કે, હેલ્થકેર ડિલિવરી માટે ઉંમર ક્યારેય મર્યાદા ન હોવી જોઈએ. ભારતમાં સરેરાશ આયુષ્ય વધી રહ્યું છે અને સ્ત્રીઓની ઉંમર જાપાન અને નોર્વેની મહિલાઓની અનુક્રમે 74 વર્ષ અને 81 વર્ષની વય સમકક્ષ થઈ છે. હેલ્થકેરના બદલાતા ચહેરા સાથે, અમારો ધ્યેય એ છે કે અમારા વૃદ્ધ દર્દીઓને યુવા દર્દીઓની સમાન હેલ્થકેર ડિલિવરીનું સ્થાન મળે.સીએબીજી(બાયપાસ સર્જરી)માટે સારવાર કરાયેલ બ્રિટન/કેન્યાની નાગરિકતા સાથે કેન્યાના 90 વર્ષથી વધુની ઉંમરના આંતરરાષ્ટ્રીય દર્દી,જ્હોન વ્હાઇટ(નામ બદલ્યું છે)નો રેકોર્ડ હજુ પણ ભારતમાં અજોડ છે.
ડૉ.રાજીવ સિંઘલ(ફાઉન્ડિંગ મેમ્બર,એમડી અને સીઈઓ,મેરેંગો એશિયા હેલ્થકેર)એ જણાવ્યું હતું કે,અમે અમારા દર્દીઓને ક્લિનિકલ એક્સેલન્સ અને વૈશ્વિક કુશળતામાં બહેતર સારવાર સોલ્યુશન્સ અને વધુ સારા પરિણામો લાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છીએ.શતાયુ પૂર્ણ કરેલ દર્દી પર હાથ ધરવામાં આવેલી આ ઈન્ટરવેન્શનલ કાર્ડિયાક પ્રોસેજરે અમને વધુ પ્રોત્સાહિત કર્યા છે કે જે દર્દીઓએ અમારા પર વિશ્વાસ મૂક્યો છે તેમને આઉટ-ઓફ-બૉક્સ ટ્રીટમેન્ટ સોલ્યુશન્સ પૂરા પાડવા માટે કોઈ મર્યાદાઓ નથી.નોંધનીય છે કે,ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ અને મેરેંગો સિમ્સ હોસ્પિટલના ચેરમેન ડો.કેયૂર પરીખના નેતૃત્વ હેઠળ અને કાર્ડિયાક એનેસ્થેસિયોલોજીસ્ટ ડો.ચિરાગ શેઠની સહાયતા હેઠળની ટીમે આ સમગ્ર પ્રોસીજર હાથ ધરી હતી.ડો.પરીખ એન્જિયોપ્લાસ્ટીમાં 37 વર્ષથી વધુનો અનુભવ(અમેરિકા અને ભારતમાં)ધરાવે છે.