સુરત : નવી સિવિલની કિડની બિલ્ડિંગના પાંચમા માળે આજે સવારે વોર્ડમાં પાણી નહી આવતા સારવાર લેતા દર્દીઓ,સંબંધીઓ સાથે કર્મચારીઓ હાલાકીનો સામનો કર્યો હતો.સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ નવી સિવિલ હોસ્પિટલની કિડની બિલ્ડિંગમાં થોડા માસ પહેલા ચોથા અને પાંચમા માળે મેડિસિન વિભાગના વોર્ડમાં 400થી વધુ દર્દીઓ વિવિધ તકલીફોની સારવાર લઇ રહ્યા છે.જોકે દર્દીની સેવા ચાકરી કરવા માટે તેમના એક સબંધી કે પરિવારના સભ્યો વોર્ડમાં હોય છે.જયારે વોર્ડમાં દાખલ દર્દીઓને સારવાર માટે ડોક્ટરો તથા નસગ સ્ટાફ સહિતના કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે.આવા સમયે આજે સવારે કિડનીની પાંચમા માળે અમુક વોર્ડમાં પાણી આવતા બંધ થઈ ગયું હતું અને પીવાનું પાણી પણ આવતું ન હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.જેના લીધે પાંચમાં માળે વોર્ડમાં દાખલ દર્દીના કેટલાક સંબંધીઓ ચોથા માળે પાણી ભરવા માટે ગયા હતા.
આવા સંજોગોના લીધે વોર્ડમાં દાખલ દર્દીઓ તથા તેમના સંબંધીઓ અને સ્ટાફ પાણી ન હોવાથી હાલાકી વેઠી રહ્યા હતા.જોકે પાણીની પાઇપ રીંપેરીંગ થયા બાદ આજે બપોર એક વાગ્યે વોર્ડમાંં પાણી આવવાનું શરૃ થયુ હતુ.સિવિલના ઇન્ચૉજ આર.એમ.ઓ ઓનકાર ચૌધરીએ કહ્યુ કે પાણીની પાઇપ તુંટી ગઇ હોવાની જાણ થતા તાકીદે પી.આઇ.યુ વિભાગને રીંપેરીંગ કરવાની સુચના આપી હતી.જોકે પાણીની પાઇપ થોડા સમયમાં જ રીંપેરીંગ થતા વોર્ડમાં પાણી આવતુ થઇ ગયુ છે.