સુરત : નવી સિવિલ હોસ્પિટલ અને કેમ્પસમાં ગંદકી,કુલર-પંખા બંધ સહિતની ફરિયાદો થયા બાદ સિવિલમાં સ્વચ્છતા રહે અને લોકોને તકલીફ નહીં પડે તે હેતુ થી સિવિલમાં રાઉન્ડ લેવા માટે કમિટી બનાવવામાં આવી છે.દક્ષિણ ગુજરાતની વિશાળ નવી સિવિલ હોસ્પિટલમાં કાળઝાળ ગરમીમાં અમુક એ.સી,ઘણા પંખા,કેટલાક કુલર બંધ હતા.આ સાથે ઇલેકટ્રીક બોર્ડ,વેન્ટીલેટર સહિતના જરૃરી સાધનો ખોટકાતા હોવાની ફરિયાદો ઉઠી હતી.આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ અને કેમ્પસમાં ગંદકી જેવા મળી હતી.આવા સંજોગોમાં સિવિલ અને પરિસરમાં સ્વચ્છતા રહે તથા દર્દીઓ સહિતના લોકોને તકલીફ નહીં પડે તે માટે સિવિલમાં રાઉન્ડ લેવા માટે અધિકારીએ કમિટી બનાવવામાં આવી છે.જેમાં બે મેડીકલ ઓફિસર,બે એ.એચ.એ, બે હેડ નર્સ,બે એસ.આઇનો સમાવેશ કરાયો છે.આ કમિટીના સભ્યોએ પ્રતિદિન સવારે સિવિલ ખાતે વોર્ડ,વિભાગ સહિતની જગ્યાએ રાઉન્ડ લેશે.જેમાં કોઇ ખામી નજરે ચઢે તો તાકીદે સિવિલના અધિકારીને જાણ કરશે એવુ સિવિલના ઇન્ચાર્જ આર.એમ.ઓ ડૉ.ઓનકાર ચૌધરીએ કહ્યુ હતુ.

