સિહોર : સિહોર શહેર અને તાલુકામાં આવેલા ૫૦ થી ૬૦ મેડિકલ સ્ટોર પૈકી માત્ર ત્રણ જ મેડિકલ સ્ટોર કાયદેસર છે.જયારે બાકીના તમામનું ભાડાના લાયસન્સ તેમજ અણધડ માણસોથી સંચાલન કરાતુ હોવા છતા ભાવનગરના ડ્રગ કમિશ્નર તેમજ ઈન્સપેેેેકટરની મીલી ભગતથી લોલમલોલ ચલાવવામાં આવતુ હોવાની વ્યાપક પ્રમાણમાં રાવ ઉઠવા પામેલ છે.
સિહોર શહેરમાં તથા ગ્રામ્ય વિસ્તારોમાં મળીને કુલ ૬૦ મેડિકલ સ્ટોર ધમધમી રહ્યા છે.તેમાંના ત્રણ જ મેડીકલ સ્ટોર ફાર્માસીસ્ટના લાયસન્સધારક ચલાવી રહ્યા છે.જયારે બાકીના તમામ મેડીકલ સ્ટોરના માલીકો ભાડાના લાયસન્સ રાખીને ચલાવી રહ્યા છે.સરકારના નિયમ મુજબ જેના નામનું લાયસન્સ હોય તેણે જ ફરજીયાત મેડીકલ સ્ટોર પર હાજર રહીને ચલાવવાનો હોય છે.તેમ છતાં આ પંથકમાં ગેરકાયદેસર રીતે ભાડાના લાયસન્સ પર આ મેડિકલ સ્ટોર ધમધમી રહ્યા છે.તેમાં પણ મેડિકલ એસોસીએશનના મહત્વના હોદા ધરાવનાર જ ખુદ ભાડાના લાયસન્સ ધરાવી અનપઢ માણસો રાખીને સ્ટોર ચલાવી રહ્યા છે.જેઓને દવાઓ અંગે મહત્વનું પાયાનું જ્ઞાાન પણ હોતુ નથી તેમજ ઘણા મેડિકલ સ્ટોર તો ડોકટરના પણ ભાડાના લાયસન્સ રાખીને ચલાવાઈ રહ્યા છે અને આવા સ્ટોરમાં ડોકટરો દ્વારા જે કંપની ૪૦ થી ૪૫ ટકા જેટલુ તગડુ કમિશન આપતી હોય તેવી જ કંપનીઓની દવા રાખવામાં આવતી હોય છે અને આવી જ દવાઓ દર્દીઓને લખી આપવામાં આવતી હોય છે.અમુક દવા તો જે તે ડોકટરના જ મેડિકલ સ્ટોરમાંથી જ મળી શકતી હોય છે.ભાવ. જિલ્લાના ડ્રગ કમિશ્નર તથા ઈન્સ્પેકટર્સ આ ગંભીર બાબતે કુંભકર્ણ નીંદ્રામાં પોઢી ગયા હોય તેમ ઉપરોકત ગેરકાયદેસર મેડિકલ સ્ટોરના સંચાલકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવતી ન હોય જાગૃત લોકોમાં કચવાટ વ્યાપેલ છે.
સિહોર શહેર અને તાલુકામાં 60 પૈકી 3 જ મેડિકલ સ્ટોર કાયદેસર
Leave a Comment