મુંબઈ : ભ્રષ્ટાચારના કેસમાં માજી ગૃહ પ્રધાન અનિલ દેશમુખે ડિફોલ્ટ જામીન માટે વિશેષ કોર્ટમાં અરજી કરી છે.અરજીમાં દાવો કર્યો છે કે તપાસ એજન્સીએ દાખલ કરેલું આરોપ નામું અધૂરું છે.સીબીઆઈએ ગયા સપ્તાહે દેશમુખ અને તેમના બે અંગત સચિવ સંજીવ પાલાંડે અને કુંદન શિંદે સામે ૫૯ પાનાંનું આરોપનામું નોંધાવ્યું હતું.દેશમુખ હાલ ઈડી દ્વારા તપાસાઈ રહેલા મની લોન્ડરિંગના કેસમાં અદાલતી કસ્ટડીમાં છે.તેમને આર્થર રોડ જેલમાં રખાયા છે.ડિફોલ્ટ જામીન અરજીમાં દેશમુખે દાવો કર્યો છે કે સીબીઆઈએ બીજી જૂને દાખલ કરેલી ચાર્જશીટ અધૂરી છે.આખી તપાસ પૂરી કર્યા વિના અને અંતિમ આરોપનામું દાખલ કર્યા વિના સરકારી એજન્સી અરજદારના ડિફોલ્ટ જામીન માટેની અરજી કરવાનો કાયદેસર અધિકાર છીનવી શકે નહીં.શહેરના બાર અને રેસ્ટોરાં પાસેથી રૃ.૧૦૦ કરોડની ખંડણી વસૂલીનો પોલીસ અધિકારીઓને ટાર્ગેટ આપ્યો હોવાનો આરોપ માજી પોલીસ કમિશનર પરમબીર સિંહે કર્યો હતો.


