લદ્દાખ સીમા પર ભારત અને ચીનની વચ્ચે થયેલી ઝડપ બાદ હવે સોશિયલ મીડિયા પર પણ બંને દેશોની વચ્ચે યુદ્ધ ચાલી રહ્યુ છે. સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દેખાડવામાં આવી રહ્યુ છેકે, ભારતનાં ભગવાન રામ ચીનનાં ડ્રેગનને મારવા માટે ધનુષ અને તીર ઉઠાવી ચૂક્યા છે.સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલાં આ ફોટામાં લખ્યુ છેકે, વી કોન્ક્વર, વી કિલ એટલે અમે નષ્ટ કરીએ છીએ અમે મારીએ છીએ.તેમાં ઉપરની તરફ ભગવાન રામ ધનુષ પર તીર ચઢાવીને દોરી ખેંચી રહ્યા છે. જ્યારેકે નીચેની તરફથી ચીનનું ડ્રેગન તેમની તરફ જોઈ રહ્યુ છે.

ફોટો ટ્વીટર પર તેજીથી વાયરલ થયો
સૌથી પહેલાં આ ફોટાને હોંગકોગની સોશિયલ મીડિયા સાઈટ LIHKGએ ટ્વીટ કર્યો હતો. ત્યારબાદ હોસાઈલી નામનાં ટ્વીટર હેન્ડલે અને બાદ આ ફોટો ટ્વીટર પર તેજીથી વાયરલ થવા લાગ્યો છે. ઉલ્લેખનીય છેકે,ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે લદ્દાખની ગાલવાન વેલીમાં ઝડપ થઈ હતી.જે બાદ ભારતનાં એક કર્નલ સહિત 20 જવાનો શહીદ થયા હતા તો ચીનનાં પણ 30 જેટલાં સૈનિકો માર્યા ગયા હોવાના અહેવાલ છે.
ઈન્ડિયાઝ રામા ટેક્સ ઓન ચાઈનીઝ ડ્રેગન
તાઈવાન ન્યૂઝે પોતાની સાઈટ પર એક ન્યૂઝ આર્ટિકલ નાંખ્યો હતો.જેની પર લખ્યુ હતુકે, ઈન્ડિયાઝ રામા ટેક્સ ઓન ચાઈનીઝ ડ્રેગન. તેમાં આ ફોટો લગાવવામાં આવ્યો હતો.તે બાદથી તેને LIHKG અને પછી હોસાઈલીએ ટ્વીટ કર્યુ હતુ.ફક્ત એટલું જ નહી,ચીનની મીડિયા વેબસાઈટ ગ્લોબલ ટાઈમ્સે પણ આક્રમક વલણ અપનાવ્યુ છે.તે ભારતની પરિસ્થિતીઓ અને સ્ટોરીઝને ઘણી તેજીથી જોઈ રહ્યા છે. મિસાઈલોના ફોટા અને રેસ્ટોરન્ટસ પર વીડિયો કરી રહ્યુ છે.
તાઈવાન અને ચીનની વચ્ચે 1948થી સંઘર્ષ
તાઈવાન અને ચીનની વચ્ચે 1948થી સંઘર્ષ ચાલી રહ્યુ છે બંને દેશ એકબીજાના વિરોધી છે.જ્યારે આ મામલો ભારત અને ચીનની વચ્ચે આવશે તો તાઈવાનની મીડિયાએ પોતાનાં ત્યાં ભારતના ભગવાન રામને ચીનનાં ડ્રેગનને મારતા દેખાડ્યા હતા.હવે તાઈવાન ન્યૂઝના આ ઈલસ્ટ્રેશનને લઈને સોશિયલ મીડિયા પર ઘણા ટ્વીટ્સ અને રીટ્વીટ્સ કરવામાં આવી રહ્યા છે.લોકો તાઈવાનને અભિનંદન આપી રહ્યા છે તો અમુક લોકો આભાર વ્યક્ત કરી રહ્યા છે.તાઈવાન ન્યૂઝ વેબસાઈટનાં આ ઈલસ્ટ્રેશનને લઈને ટ્વિટર હેન્ડલ ગપ્પિસ્તાન રેડિયોએ લખ્યુ છેકે,તાઈવાનનો આભાર કેવી રીતે માનવો તેને તો HCQ પણ જોઈતું નથી.


