સુરત : સુરત શહેર-જિલ્લા કોગ્રેસ સી.આર.પાટીલ સામે ગુનો નોંધી ધરપકડની માંગ કરી છે.કલેકટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે,એકબાજુ શહેરીજનો એક-એક ઇન્જેકશન માટે દોડી રહ્યા છે.બીજી બાજુ ભાજપને સરળતાથી ઇન્જેકશનો મળી રહ્યા છે. સી.આર.પાટીલે તમામ કાયદાઓને સરેઆમ ભંગ અને અનાદર કરેલો છે.તેમની સામે ઇન્જેકશનની વહેંચણી મુદ્દે ફોજદારી ધારાના ભંગ બદલ બિનજામીનપાત્ર ગુનો દાખલ કરી હાઇકોર્ટ મારફત ન્યાયીક તપાસ કરાવો.૭ દિવસમાં ધરપકડ નહી થાય તો હાઇકોર્ટમાં પીટીશન કરવાની ચીમકી અપાઇ છે.