આજે વિજય મૂહર્તમાં 13માં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સી. આર. પાટીલે શપથ લીધા છે.આજે નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ 12.39 વાગ્યાના વિજયમુહૂર્તમાં પદભાર સંભાળ્યો ત્યારે કમલમ ખાતે શિક્ષણમંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમા,કુંવરજી બાવળિયા,જયેશ રાદડીયા,આર.સી ફળદુ, સહિતના અનેક મોટા નેતાઓ અને પ્રદેશ હોદ્દેદારો,મંત્રીઓ,કાર્યકરો હાજર કહીને તેમને કેસરિયો ખેસ પહેરાવ્યો હતો.
આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળીને સી.આર.પાટીલ પરત સર્કિટ હાઉસ ફર્યા હતા.સર્કિટ હાઉસમાં તેમના પરિવાર દ્વારા મોઢું મીઠું કરાવવાથી માંડીને ફટાકડા ફોડીને સ્વાગત કરાયું હતું.આ પ્રસંગે પ્રદેશ કાર્યાલય પર સાંસદો,મંત્રીઓ,કાર્યકરો પહોંચ્યા હતા.તો મુખ્યમંત્રી,નાયબ મુખ્યમંત્રી પણ નવા પ્રમુખના પદ ગ્રહણ સમારોહમાં હાજર રહ્યા હતા.
બીજી બાજુ,સુરતથી અને ગુજરાતભરમાંથી ભાજપના કાર્યકરો અને ટેકેદારો હાજરી આપી છે.સી.આર.પાટીલનો પરિવાર પણ કમલમમાં હાજરી આપી છે.કોરોના વાયરસના કારણે સોશિયલ ડિસ્ટન્સ અને મર્યાદિત કાર્યકરોને કાર્યક્રમ માટે આમંત્રણ અપાયું છે.દરેક કાર્યકરને માસ્ક ફરજિયાત અને સેનેટાઈઝર ફરજિયાત કહેવામાં આવ્યું છે.ભાજપના નવા પ્રમુખના પદભાર ગ્રહણ કરતા પહેલા ભાજપનું કાર્યાલય શણગારવામાં આવ્યું છે.લાંબા સમય બાદ કમલમ પર રોનક જોવા મળી છે.


