– જૈકલીન ફર્નાંડિસ અને સુકેશ ચંદ્રશેખરની લવ સ્ટોરી જાન્યુઆરી 2021 માં શરૂ થઈ હતી
મુંબઈ, તા. 20 જુલાઈ 2022, બુધવાર : બોલિવૂડ અભિનેત્રી જૈકલીન ફર્નાંડિસ માટે મુશ્કેલી ત્યારે વધી ગઈ જ્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તેને મની લોન્ડરિંગ કેસમાં ગયા વર્ષે કોનમેન સુકેશ ચંદ્રશેખર સાથે સંબંધિત મામલે સમન્સ મોકલ્યો હતો. ત્યારથી જૈકલીનની અનેક વખત પૂછપરછ કરવામાં આવી ચૂકી છે.મની લોન્ડ્રિંગ રેકેટમાં સાક્ષી અને સંભવિત પાર્ટનરના રૂપમાં ટેગ કરવામાં આવી હતી અને બંનેની રોમેન્ટિક તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી ત્યારબાદ જૈકલીન ફર્નાંડિસ બદાની નજરમાં આવી ગઈ છે.પરંતુ શું તમે જાણો છો કે, સુકેશ એક્ટ્રેસ જૈકલીનના સંપર્કમાં કઈ રીતે આવ્યો.
જૈકલીન ફર્નાંડિસ અને સુકેશ ચંદ્રશેખરની લવ સ્ટોરી જાન્યુઆરી 2021 માં શરૂ થઈ હતી જ્યારે ચંદ્રશેખરે તિહાર જેલની અંદરથી અભિનેત્રીને ફોન અને મેસેજ કરવાનું શરૂ કર્યું હતું.સુકેશે જેલની અંદરથી જ જૈકલીનનો સંપર્ક કર્યો હતો પરંતુ જ્યારે અભિનેત્રીએ જવાબ ન આપ્યો તો સુકેશે એક વચેટિયાની મદદ લીધી હતી.
હેરડ્રેસરને સુકેશે બનાવ્યો હતો વચેટિયો
જૈકલીન ફર્નાંડિસે સુકેશના મેસેજીસના કોઈ જવાબ ન આપ્યા ત્યારબાદ ચંદ્રશેખરે એક્ટ્રેસના હેરડ્રેસર સાથે કોન્ટેક્ટ કર્યો હતો.ત્યારબાદ તેણે પોતાને એક ટીવી નેટવર્કનો માલિક અને એક ઝવેરી તરાકેની ઓળખ આપી હતી.
જૈકલીન અને સુકેશ વચ્ચે બે વાર મુલાકાત થઈ હતી
જૈકલીને તપાસ દરમિયાન જણાવ્યું હતું કે, તેને એ વાતની કોઈ જાણકારી ન હતી કે, ચંદ્રશેખર તેને જેલમાંથી મેસેજ અને કોલ કરી રહ્યો છે.એક્ટ્રેસે દાવો કર્યો હતો કે, જ્યારે તે પેરોલ પર બહાર હતો ત્યારે તે તેને માત્ર 2 વાર મળી હતી.તેમાંથી એક મુલાકાત ચેન્નઈ થઈ હતી અને ત્યારબાદ જ્યારે પણ જૈકલીને તેને બીજી વખત મળવા માટે કહ્યું તો તેણે હંમેશા એવું જણાવ્યું કે, તે કોવિડ પ્રતિબંધોને કારણે ફસાય ગયો છે.
જેલની અંદરથી સુકેશ વીડિયો કોલ કરતો હતો
જો કે, ચંદ્રશેખર કથિત રીતે વીડિયો કોલ દ્વારા જૈકલીન ફર્નાંડિસ સાથે સતત સંપર્કમાં હતો.તે તિહાર જેલની અંદર બનાવવામાં આવેલી ઓફિસમાંથી જ તેની સાથે વાત કરતો હતો.જૈકલીન ફર્નાંડિસે ED અધિકારીઓને જણાવ્યું હતું કે, જ્યારે તેણે ચંદ્રશેખર વિશે ન્યૂઝ જોયા ત્યારે તેણે જણાવ્યું કે, તેને જૂઠા કેસમાં ફસાવવામાં આવ્યો છે.