– હાર્ટએટેક બાદ તેમનું નિધન થતાં ઉદ્યોગિક જગતમાં શોખ
– પી.ડી માલવિયા કોલેજમાં તુલસી તંતીએ અભ્યાસ કર્યો હતો
– તુલસી તંતીએ રાજકોટથી પોતાના ધંધાની શરૂઆત કરી હતી
રાજકોટમાં Suzlonના ચેરમેન અને વિન્ડ એનર્જીના પ્રણેતા તુલસી તંતીનું નિધન થયુ છે.જેમાં તુલસી તંતી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં બહુ મોટો મિત્રવર્ગ ધરાવે છે.તેમાં હાર્ટએટેક બાદ તેમનું નિધન થતાં ઉદ્યોગિક અને વેપાર જગતમાં શોખનું મોજું ફરી વળ્યું છે.રાજકોટની પી.ડી માલવિયા કોલેજમાં તુલસી તંતીએ અભ્યાસ કર્યો હતો.તેમજ પીએમ મોદીએ ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
Shri Tulsi Tanti was a pioneering business leader who contributed to India’s economic progress and strengthened our nation’s efforts to further sustainable development. Pained by his untimely demise. Condolences to his family and friends. Om Shanti.
— Narendra Modi (@narendramodi) October 2, 2022
રાજકોટથી પોતાના ધંધાની શરૂઆત કરી
ઉલ્લેખનીય છે કે વિન્ડ ફાર્મ ક્ષેત્રે જેમને સમગ્ર દેશમાં અને વિદેશમાં પણ ડંકો વગાડયો હતો.તુલસી તંતીએ રાજકોટથી પોતાના ધંધાની શરૂઆત કરી હતી.સુઝલોન એનર્જી કંપની વિન્ડ ટર્બાઈનના ઉત્પાદન અને સર્વિસિંગ સાથે સંકળાયેલું મોટું નામ છે. તુલસી તંતી અગાઉ ટેક્સ્ટાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલા હતા. 27 વર્ષ પહેલાં ટેકસ્ટાઈલ પ્રોજેક્ટમાં વીજળીનો ખર્ચ સ્થિર થઈ જાય તેના માટે તેમણે પવન ચક્કી શરૂ કરી હતી.સુઝલોન એનર્જી દેશની સૌથી મોટી વિન્ડ એનર્જી કંપની છે.તે દુનિયાના 17 દેશોમાં 19 ગીગવોટ ક્ષમતાના વિન્ડ ફાર્મ ધરાવે છે.એક દિવસ અગાઉ જ તંતી અમદાવાદ આવ્યા હતા અને કંપનીના રૂ. 1,200 કરોડના રાઇટ્સ ઇસ્યુ માટે રોડ-શો કર્યો હતો.
સમગ્ર દેશમાં અને વિદેશમાં પણ ડંકો વગાડયો
1995માં તુલસી તંતી ટેક્સ્ટાઈલનો બિઝનેસ ધરાવતા હતા અને ત્યાર પછી સુઝલોન એનર્જીની સ્થાપના કરી હતી. 2001માં તેમણે પોતાનો ટેક્સ્ટાઈલ બિઝનેસ વેચી નાખ્યો હતો. 2003માં તેમને અમેરિકાની કંપની પાસેથી 24 વિન્ડ ટર્બાઈનના સપ્લાય માટે ઓર્ડર મેળવ્યો હતો.હાલમાં સુઝલોન એનર્જી 8536 કરોડની માર્કેટ કેપિટલ ધરાવે છે.